ધોરાજી નજીક પંદર વર્ષના કિશોરનું ગંભીર તાવથી મોત : પરિવારમાં શોક

20 November 2020 11:38 AM
Dhoraji
  • ધોરાજી નજીક પંદર વર્ષના કિશોરનું
ગંભીર તાવથી મોત : પરિવારમાં શોક

(ભોલાભાઇ સોલંકી-સાગર સોલંકી) ધોરાજી, તા. ર0
ધોરાજીના જુનાગઢ રોડ પર રહેતો 1પ વર્ષના કિશોરનું મોત નિપજયાનું જાણવા મળેલ છે.ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ અંબર ખાંડસરીની સામે રહેતા અને મુળ એમ.પી.થી ધોરાજી મજુરી કામ કરવા આવેલ અને તેની સાથે રહેતા દલસીંગ ગુલાસિંહ કનેલ(ઉ.વ.1પ)ને વાળાને તાવ આવેલ અને તેને ધોરાજીની સરકારી દવાખાને સારવારમાં લાવતા ફરજ પરના ડોકટરએ મૃત જાહેર કરેલ આ બનાવ અંગે બીટ જમાદાર વી.આર.વાણવીએ તપાસ હાથ ધરેલ હતી અને કયાં કારણસર મોત થયેલ તે પી.એમ. રીપોર્ટ બાદ જાણકારી મળશે.


Loading...
Advertisement