જસદણના યુવાનોની અનોખી રીતે દિવાળી ઉજવણી

20 November 2020 11:07 AM
Jasdan
  • જસદણના યુવાનોની અનોખી રીતે દિવાળી ઉજવણી

હરી કૃષ્ણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા, દર વર્ષની જેમ આ વર્ષે પણ જસદણ નગરમાં રહેતા, 50 થી વધારે વંચિત પરિવારોમાં મીઠાઈ અને ફરસાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ, વંચિત પરિવારો પણ આપણા પરિવારની જેમ, હર્ષ-ઉલ્લાસથી દિવાળી મનાવી શકે તે છે. જસદણ નગરે ફરી વાર, પોતાની દાનવીર ભામાશા શક્તિનો પરિચય આપ્યો. જરૂરી રકમ એક જ દિવસમાં જમા થઈ ગઈ. ઘણાં દાતાઓને ના પાડવાની નોબત આવી..આર્થિક સહયોગ અને સમયદાન, જસદણના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ, રાજાભાઈ વકાતર, મથુરભાઈ પોલીસમેન, નવીનભાઈ પોલીસમેન, એડવોકેટ બોધરાભાઈ, જગતભાઈ તેરૈયા, સુમનભાઈ રાઠોડ, રીટાબેન રાઠોડ, વિજયભાઈ ચૌહાણ પરિવાર તરફથી સાંપડ્યું હતું. આ તકે શ્રી હરી કૃષ્ણ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, સૌ મિત્રો, સ્નેહી, વડીલોને સહયોગ માટે આભાર માને છે.(તસ્વીર ધર્મેશ કલ્યાણી (જસદણ))


Loading...
Advertisement