અક્ષયકુમારે યુ-ટયુબર રાશિદ સિદ્દીકી પર રૂા.પ00 કરોડનો માનહાનિનો કેસ કર્યો

20 November 2020 10:47 AM
Entertainment Top News
  • અક્ષયકુમારે યુ-ટયુબર રાશિદ સિદ્દીકી પર રૂા.પ00 કરોડનો માનહાનિનો કેસ કર્યો

સુશાંતસિંહ કેસમાં બદનામી કરતા

મુંબઇ તા. ર0 : અક્ષયકુમારે તેની વિરુધ્ધ ઘસાતું બોલનાર અને સુશાંત સિંહ રાજપુતના સુસાઇડના કેસમાં તેનું નામ લેનાર યુટયુબર રાશિદ સિદીકી પર પ00 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. સુશાંતે 14 જુને પોતાના બાંદરાના ઘરે સુસાઇડ કર્યુ હતુ. આ કેસની હજી તપાસ ચાલી રહી છે. આ અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે અને તેમના દીકરા આદિત્ય ઠાકરેને લઇને પણ ખોટા સમાચાર ફેલાવવાના આરોપસર સિદીકીની ધરપકડ કરવામાં આવી હતી. રાશિદે અનેક વીડીયોઝમાં અક્ષયકુમારનું નામ ઉછાળ્યુ છે અને તેના પર વિવિધ આરોપો પણ કર્યા છે. એક વિડિયોમાં તેણે જણાવ્યું હતું કે સુશાંતને ‘એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી મોટી ફિલ્મ મળતાં અક્ષયકુમાર નાખુશ હતો. સાથે જ એમ પણ કહયું હતું કે અક્ષયકુમારે આદિત્ય ઠાકરે અને મુંબઇ પોલીસ સાથે ગુપ્ત મીટીંગ પણ કરી હતી એટલું જ નહીં રાશિદે તો ત્યાં સુધી કહી દીધું હતું કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને કેનેડા ભાગવામાં મદદ પણ અક્ષયકુમારે જ કરી હતી. આ તમામ વિડીયોથી ચાર મહીનાના સમયગાળામાં રાશીદ 1પ લાખ રૂપિયા કમાઇ ગયો છે. સાથે જ તેના સબસ્ક્રાઇબર્સ પણ ર થી 3 લાખ થઇ ગયા છે. રાશિદ બિહારનો છે અને સિવિલ એન્જીનીયર છે. અક્ષયકુમાર વિશે આવું બોલવા બદલ તેણે રાશિદ વિરુધ્ધ પ00 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે.


Related News

Loading...
Advertisement