જસદણમાં લાભપાંચમના દિવસે રોજગારનો ધમધમાટ

20 November 2020 09:56 AM
Jasdan
  • જસદણમાં લાભપાંચમના દિવસે રોજગારનો ધમધમાટ

જસદણમાં દીવાળીની રજા પછી આજે ધંધા રોજગારનો ધમધમાટ વહેલી સવારથી શરૂ થયો હતો હવે લગ્નસરાની ઘરાકી રહેશે એવાં વેપારીઓએ મત વ્યકત કર્યો હતો દિવાળીના છેલ્લાં દિવસોમાં તેજીમય ખરીદી થતાં વેપારીઓમાં પણ આવનારા દિવસોમાં વેપારની આશા જાગી હતી જોકે મંદીના દિવસોમાં થ્રેશર અને હીરા ઉદ્યોગએ રંગ રાખ્યાં બાદ આજે વેપારીઓએ ઉદ્યોગકારોએ નવી આશા ઉમંગ સાથે કામનું આજે મહુર્ત કર્યું હતું તે પૂર્વે જસદણના આગેવાનો ડો.ભરતભાઈ બોધરા, અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયા,કુંવરજીભાઈ બાવળીયા,વિજયભાઈ રાઠોડ સહિતનાઓએ લાભપાંચમની શુભેચ્છા પાઠવી હતી શહેરના પટેલ સુપર મોલના સંચાલક હરિભાઈ પટેલ અને ઓમ સિલેકશનના હેમલભાઈ પરમારએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લગ્નસરાની સીઝનને લઈ વેપાર વધશે પણ લોકોએ હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીથી બચવા સરકારની ગાઈડલાઈનને અનુસરવું જરૂરી છે.


Loading...
Advertisement