વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને 56 વાનગીઓનો અન્નકૂટ

20 November 2020 09:50 AM
Jasdan
  • વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને 56 વાનગીઓનો અન્નકૂટ

જસદણ પંથકના વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને જુદી જુદી 56 વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવેલ હતો લાખો લોકોના આસ્થાના કેન્દ્ર શ્રી ઘેલાં સોમનાથ મહાદેવના દર્શન અર્થે દેશભરમાંથી હજ્જારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે ઇતિહાસમાં અનેરું મહત્વ ધરાવતાં ઘેલાં સોમનાથ તીર્થધામમાં ભાવિકજનોની પાણી થી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા છે ઉડી ને આંખે વળગે એવી બાબત એ છે કે આ મંદીરના વહીવટદાર મનુભાઈ શીલુ(મો.9824928437) નાયબ મામલતદાર તરીકેની નોકરીમાંથી નિવૃત થઈ એક પણ નયા પૈસાનો પગાર લીધાં વગર હાલ આ ઘેલાં સોમનાથ મહાદેવ મંદીરમાં માનદ સેવા આપી રહ્યાં છે આટલું જ નહીં પણ તેઓ અહીં આવનાર યાત્રાળુઓને કોઈ અગવડતા કે હાલાકી વેઠવી ન પડે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક પ્રાંત અધિકારી મામલતદારના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં ખડેપગે હાજર રહે છે.


Loading...
Advertisement