સલમાનના ડ્રાઇવર સહિત 3 લોકો કોરોનાની ઝપટે ચડયાની ચર્ચા : બોલીવુડના ‘ભાઇ’ આઇસોલેશનમાં?

19 November 2020 07:37 PM
Entertainment
  • સલમાનના ડ્રાઇવર સહિત 3 લોકો કોરોનાની ઝપટે ચડયાની ચર્ચા : બોલીવુડના ‘ભાઇ’ આઇસોલેશનમાં?

મુંબઇ, તા. 19
બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનના ડ્રાઇવર સહિત 3 લોકો કોરોનાની ઝપટે ચડયાની ચર્ચા થઇ રહી છે. જોકે સલમાનના બોડીગાર્ડ શેરાએ આ વાતનું ખંડન કર્યું છે. સલમાન ખાન આઇસોલેશનમાં છે ? તેવા સવાલ પણ ઉઠી રહ્યા હતા જોકે બોડીગાર્ડ શેરાએ જણાવ્યું હતું કે ભાઇ હાલ ફિલ્મ સીટીમાં છે અને બિગ બોસના શુટીંગમાં વ્યસ્ત છે. તેઓ આઇસોલેટ થયા નથી તેઓ ફિલ્મ સીટીમાં જ ટુંક સમયમાં આયુષ શર્માની સાથે એક ફિલ્મનું શુટીંગ કરશે તેના માટે 10 થી 1પ દિવસનું શેડયુલ છે. ભાઇ (સલમાન ખાન) હાલ ફીટ એન્ડ ફાઇન છે. તેમના કોઇ ડ્રાઇવરને કંઇ થયું નથી.જોકે એક અહેવાલમાં દાવો કરાયો છે કે, સલમાનના ડ્રાઇવર અશોક સહિત સ્ટાફના 3 લોકોને કોરોના થયો છે તેઓ બોમ્બે હોસ્પિટલમાં દાખલ છે.


Related News

Loading...
Advertisement