રવિવારથી રાજકોટ-દિલ્હીની ડેઇલી ફલાઈટ ઉડશ

19 November 2020 06:30 PM
Rajkot Travel
  • રવિવારથી રાજકોટ-દિલ્હીની ડેઇલી ફલાઈટ ઉડશ

દિપાવલી-નવા વર્ષમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારા

રાજકોટ,તા. 19
દિપાવલી-નૂતન વર્ષના તહેવારોમાં રાજકોટ-દિલ્હી વચ્ચે ઉડ્ડયન થતી ફલાઈટમાં હવાઈ મુસાફરોનો વધારો થતા એર ઇન્ડીયાએ આગામી તા. 22મી નવેમ્બર રવિવારથી રોજિંદી ફલાઈટના ઉડ્ડયનનો શેડ્યુલ અમલી થનાર છે.
કોરોના વાઈરસનાં અનલોકમાં અમુક સ્પે. ટ્રેનો, બસ રુટો સહિતનું પરીવહન સાથે હવાઈ સેવા શરુ થતા રાજકોટથી દિલ્હી અને મુંબઈ વચ્ચે વિમાની સેવા શરુ થયા બાદ ધીમે-ધીમે હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતા ફલાઇટોમાં મુસાફરોનો ટ્રાફીક વધી રહ્યો છે. જેને ધ્યાને લઇ એર ઇન્ડીયાની રાજકોટ-દિલ્હી ફલાઈટ જે હાલ સપ્તાહમાં મંગળ, બુધ, ગુરુ શનિવાર 4 દિવસ ઉડ્ડયન થઇ રહ્યું છે તે હવે આગામી તા. 22મીને રવિવારથી ડેઇલી ફલાઈટ શરુ થનાર છે.


Related News

Loading...
Advertisement