ફેસબુક જેવી કંપનીઓ ‘ઠગ્સ ઓફ સોશ્યલ મીડીયા’

19 November 2020 05:35 PM
India Technology
  • ફેસબુક જેવી કંપનીઓ ‘ઠગ્સ ઓફ સોશ્યલ મીડીયા’

આધુનિક લૂંટારા હોવાનો રોષ ઠાલવતી અમેરીકી સેનેટની સમિતિ : ગોપનિયતા અને પારદર્શકતાનો ભંગ સાબિત

નવી દિલ્હી,તા. 19
જો તમારુ ફેસબુક એકાઉન્ટ છે તો તમે નેટ પર જે કંઇ કરો છો તેની માહિતી ફેસબુક રેકોર્ડ કરી રહ્યું છે. એટલું જ નહીં ટવીટર, ગુગલ અને ફેસબુક મળીને વિવિધ ટ્રેન્ડસ અને વિચારો રોકવા માટે સામુહિક સેન્સર છે. રણનીતિ બનાવી રહ્યા છે. પણ તેમણે પોતાના પ્લેટફોર્મ પર કયા લોકો સામે શું કાર્યવાહી કરી એ માહિતી અમેરિકી સરકારને આપવા કોઇ ઇરાદો જાહેર કર્યો નથી.
આ ખુલાસો મંગળવારે અમેરિકી સેન્ટની કાનુની સમિતિએ ફેસબુક સીઈઓ ડોર્સીની કરેલી પૂછપરછમાં થયો છે. નારાજ સમિતિએ એવું પણ કહી દીધું કે આ કંપનીઓ પોતાને સરકારની સમકક્ષ અને પરંપરાગત ન્યુઝ મીડિયાથી આગળ સમજવા લાગી છે. કંપનીએ ભ્રામક માહિતી ફેલાતી રોકવા પ્રયાસોની ખાતરી આપી છે પણ તેનો અમલ કર્યો નથી.
ડોર્સીએ સ્વીકાર્યું કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન 27 ઓક્ટોબરથી 11 નવેમ્બર વચ્ચે ટવીટરે ત્રણ લાખ ટવીટસને વિવાદી અને ભ્રામક દેખાડીને પ્રતિબંધિત કર્યા હતા. જે સંખ્યા અમેરિકી ચૂંટણી સંબંધી કુલ ટવીટસના 0.2 ટકા છે. ફેસબુકે 15 કરોડ ઓનલાઈન સામગ્રી પર ભ્રામકનું લેબલ લગાવ્યું હતું. પુછપરછ દરમ્યાન સેનેટર હોલે એક વખથ તો એટલા ગુસ્સે થઇ ગયા કે તેમણે આ કંપનીઓને આધુનિક સમયનાં લૂંટારા કહી દીધા હતા. ફેસબુકના કર્મચારીઓ અન્ય કંપનીના સ્ટાફ સાથે કામ બાબતે સંપર્કમાં હોય છે. પણ આવી કોઇ હિલચાલોની માહિતી ઝુકરબર્ગે આપી નથી. સાથે જ ટીમ સાથે વાત કરીને જવાબ આપી શકે તેવું કહ્યું હતું.
હોર્લીએ કહ્યું હતું કે સમિતિ સામે આ લોકોની યાદશક્તિ નબળી પડી રહી છે. છતા તેમના કર્મચારી ખાનગી ડેટા, મેસેજ, ડીટેલ રેકોર્ડ રાખતો હોવાનું કંપની કબુલે છે.


Related News

Loading...
Advertisement