મોરબીમાં શોર્ટ ફિલ્મ રિવેજનો પ્રોમો-શો યોજાયો : કલાકારનું સન્માન

19 November 2020 02:16 PM
Morbi Entertainment
  • મોરબીમાં શોર્ટ ફિલ્મ રિવેજનો પ્રોમો-શો યોજાયો : કલાકારનું સન્માન

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.19
મોરબીમાં શોર્ટ ફિલ્મ રીવેંજનો પ્રોમો શો યોજાયો હતો.જેમાં લીડ રોલમાં મોરબીની પાંગરતી પ્રતિભા શ્રુતિ વ્યાસ, કિશન પટેલ, વિશાલ જીંજરિયા, ડાયરેક્ટર શ્રીદેવ સોલંકી, આશિષ્ટન ડાયરેક્ટર નીતિન આહીર નિર્મિત રીવેંજ શોર્ટ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે. તેમજ મોરબીનાં યુવા કલાકાર અને ફિલ્મ પ્રોડક્શન સાથે સંકળાયેલ જયદીપ ડાભી એ સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવેલ હતીહાલ હિન્દી, ગુજરાતી ફિલ્મ સાથે શોર્ટ મૂવી અને શોર્ટ ફિલ્મનું પણ દિવસે દિવસે મહત્વ વધી રહ્યું છે. એટલુજ નહિ ઘર આંગણે જ કલાકારોને તેમાં કામ કરવાની ઉજ્વળ તકો સહિત તેમની અંદર રહેલ પ્રતિભાને બહાર લાવવાની સુંદર તક પણ મળી રહેતી હોય છે. ત્યારે આવી જ એક સુંદર શોર્ટ ફિલ્મનું નિર્માણ સાથે તેના વિવિધ લોકેશન શૂટિંગ પણ મોરબી, રાજકોટ સહિત અલગ અલગ સ્થળે ફિલ્માંકન કરવામાં આવેલ છે. તેવી નારી સશકિત ને ઉજાગર કરતી સાંપ્રત સમયમાં સમાજ જીવનમાં બનતા પ્રસંગો અને વિષય વસ્તુને આવરી લેતી આ શોર્ટ ફિલ્મ "રિવેંજ" લોકોને જરૂર ગમશે તેવું આ ફિલ્મના કલાકારો અને નિર્માતા તેમજ શુભેચ્છકોનું માનવું છે.હાલ કોરોના સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને આ શોર્ટ ફિલ્મ "રિવેંજનો પ્રોમો પ્રીમિયર શો "હોટલ શબરી" ખાતે યોજાયેલ હતો જેમાં "રીવેંજ " ફિલ્મના કલાકારો, નિર્માતા સહિત પૂરી ટીમ ઉપસ્થિત રહેલ.મોરબીની પાંગરતી પ્રતિભા શ્રુતિ વ્યાસને તેમના માતા,પિતા,દાદા,દાદી અને ગુરુજનો દ્વારા આ તકે આશીર્વાદ આપવામા આવેલ. કેક કાપી આગવી રીતે સમગ્ર પ્રસંગને આયોજકો દ્વારા દિપાવવા માં આવેલ. સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન જાણીતા એંકર પૂજા વ્યાસ દ્વારા કરવામા આવેલ અને જયદીપભાઇ ડાભી દ્વારા અંતમા આભાર દર્શન કરવામાં આવેલ. આ પ્રસંગે શબરી હોટેલ ના સંચાલક અને માલિકો દ્વારા શોર્ટ ફિલ્મ રિવેજ ના કલાકારોનું સ્વાગત અભિવાદન કરવામા આવ્યુ હતુ.


Related News

Loading...
Advertisement