ફાઇનલ, મિર્ઝાપુરની થર્ડ સીઝન આવતા વર્ષે આવશે

19 November 2020 12:57 PM
Entertainment
  • ફાઇનલ, મિર્ઝાપુરની થર્ડ સીઝન આવતા વર્ષે આવશે

એમેઝોન પ્રાઇમ પર હજી હમણા જ સેક્ધડ સીઝન રિલીઝ થઇ એ વેબ-સિરીઝ મિર્ઝાપુરની ત્રીજી સીઝન આવશે એની ઓફિશ્યલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. એમેઝોન પ્રાઇમ અને ફરહાન અખ્તર-રિતેશ સિધવાનીની કંપની એકસેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડયુસ કરવામાં આવેલી આ વેબ-સિરીઝમાં પંકજ ત્રિપાઠી જબરદસ્ત હિટ થયો હતો. પંકજનું કેરેકટર કાલીનભૈયાને કારણે જ આ વેબ-સિરીઝની સેક્ધડ સીઝન પણ લોકોએ જોઇએ. કાલીનભૈયાની પોપ્યુલરિટી જોઇને નકકી કરવામાં આવ્યુ છે કે કાલીનભૈયાના કેરેકટરને કન્ટિન્યુ કરવામાં આવશે. પણ મિર્ઝાપુરની ગાદીનો કિંગ કોણ હશે એ જાહેર કરવામાં નથી આવ્યુ.એમેઝોન ઇચ્છે છે કે અગાઉની સીઝનમાં અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્માને જે રીતે લાઇમલાઇટમાં લાવવાનું કામ કરવામાં આવ્યું એ જ રીતે મિર્ઝાપુરની ત્રીજી સીઝનમાં નવો કોઇ ચહેરો લઇ આવવો અને ઓડિયન્સ સામે નવા કિંગને ઉભો કરવો જેને માટે ઓલરેડી ઓડિશન્સ મગાવવાનું શરૂ પણ થઇ ગયું છે.


Related News

Loading...
Advertisement