એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયા ડે-નાઈટ ટેસ્ટ ઉપર શંકાના વાદળો

19 November 2020 11:28 AM
Sports
  • એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયા ડે-નાઈટ ટેસ્ટ ઉપર શંકાના વાદળો

કોરોનાના કેસમાં અચાનક વધારો થઈ જતાં ચિંતા વધી ગઈ: કેપ્ટન પેન સહિતના ખેલાડીઓને કરી દેવાયા ક્વોરેન્ટાઈન

નવીદિલ્હી, તા.18
એડિલેડમાં કોરોનાના નવા કેસ બાદ ટેસ્ટ મેચના આયોજન પર શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. આ પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેન સહિત અમુક ખેલાડીઓએ ક્વોરેન્ટાઈન થઈ જવું પડ્યું હતું. જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત વિરુદ્ધ 17 ડિસેમ્બરથી શરૂ થનારો ટેસ્ટ મેચ કાર્યક્રમ અનુસાર જ રમાશે.


એડિલેડમાં કોરોના વાયરસના અનેક કેસ સામે આવ્યા બાદ પશ્ર્ચિમ ઓસ્ટ્રેલિયા, તસ્માનિયા અને નોર્ધર્ન ટેરીટરીએ દક્ષિણ ઓસ્ટ્રેલિયા સાથે પોતાની સીમાઓને બંધ કરી દીધી છે. સોમવાર પછી એડિલેડમાં આવનારા તમામ લોકો માટે 14 દિવસનો ક્વોરેન્ટાઈન પીરિયડ ફરજિયાત કરી દેવાયો હતો.


કોરોનાની અસર ડે-નાઈટ ટેસ્ટ ઉપર પડવાની પૂરી સંભાવના છે. જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું કહેવું છે કે ભારત વિરુદ્ધ એડિલેડ ઓવરમાં આવતાં મહિને ટેસ્ટ શ્રેણીના પ્રથમ ડે-નાઈટ ટેસ્ટના આયોજન ઉપર શંકા રાખવાને કોઈ જ સ્થાન નથી. ક્રિકેટ બોર્ડ સંક્રમણની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. તેના અધિકારી એડિલેડમાં નીતિઓ બનાવનારા ટોચના લોકો સાથે સંપર્કમાં છે.તસ્માનિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ દક્ષિણ ઓસ્ટ્રેલિયાથી આવનારા લોકોને નવ નવેમ્બરથી ક્વોરેન્ટાઈનમાં રાખ્યા છે જેનો મતલબ છે કે પેન, મેથ્યુ વેડ અને તસ્માનીયા ટીમના સાથી અલગ રહેશે. તસ્માનિયાએ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં શેફીલ્ડ શીલ્ડ મેચનો પ્રારંભીક તબક્કો રમ્યો હતો. તસ્માનિયા ટાઈગર્સ શેફીલ્ડ શીલ્ડ ટીમ ક્વોરેન્ટાઈનમાંથી પસાર થઈ રહી છે.


Related News

Loading...
Advertisement