પાકિસ્તાન સુપર લીગને મળ્યો નવો ચેમ્પિયન: બાબર આઝમે ટીમને અપાવી ટ્રોફી

19 November 2020 11:22 AM
Sports
  • પાકિસ્તાન સુપર લીગને મળ્યો નવો ચેમ્પિયન: બાબર આઝમે ટીમને અપાવી ટ્રોફી

લાહોર કલન્દર્સ અને કરાંચી કિંગ્સ પહેલી વખત પહોંચ્યા હતા ફાઈનલમાં

નવીદિલ્હી, તા.18
પાકિસ્તાન સુપરલીગ એટલે કે પીએસએલની પાંચમી સીઝન પૂર્ણ થ, ગઈ છે અને આ વખતે ટૂર્નામેન્ટને નવો ચેમ્પિયન મળ્યો છે. આ પાછળનું કારણ એ પણ છે કે પાકિસ્તાન સુપરલીગ-2020ના ફાઈનલમાં કરાંચી કિંગ્સ અને લાહોર કલન્દર્સની ટીમ પહોંચી હતી. આ બન્ને ટીમ પહેલી વખત ફાઈનલમાં પહોંચી હતી અને તેમાં કરાંચી કિંગ્સે બાજી મારી લઈ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.


ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં લાહોર કલન્દર્સના કેપ્ટન સોહેલ અખ્તરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લાહોરની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. લાહોર કલન્દર્સ તરફથી તમીમ ઈકબાલે 35 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ફખર જમાને 27 રન બનાવ્યા હતા પરંતુ બાકીના બેટસમેનો નિષ્ફળ નિવડતાં ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી.


બીજી બાજુ 135 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કરાંચી કિંગ્સની ટીમે સારી શરૂઆત કરી હતી. બાબર આઝમે 49 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 63 રનની ઈનિંગ રમી હતી અને ટીમને 18.4 ઓવરમાં જ જીત અપાવી દીધક્ષ હતી. આ સાથે જ કરાંચી કિંગ્સના માથે ચેમ્પિયનનો તાજ મળ્યો હતો. આ ટીમનો કેપ્ટન ઈમાદ વસીમ હતો. બાબર આઝમને આ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો જ્યારે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા માટે બાબર આઝમને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 59.12 રનની સરેરાશથી 473 રન બનાવ્યા હતા. જો કે તેની બેટિંગ અત્યંત ધીમી હતી પરંતુ ખાસ વાત એ રહી કે ક્વોલિફાયર બાદ ફાઈનલમાં પણ તે મેચ વિનર બનીને ઉભરી આવ્યો હતો અને બન્ને મહત્ત્વના મુકાબલામાં તેનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું.


Related News

Loading...
Advertisement