ઓગસ્ટથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે

19 November 2020 11:19 AM
Sports
  • ઓગસ્ટથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે

નવીદિલ્હી, તા.19
ટીમ ઈન્ડિયા અત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે અને અહીં તે ત્રણ વન-ડે, ત્રણ ટી-20 અને ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ટીમ જાન્યુઆરીમાં ભારત પરત ફરશે. આ પછી અહીં ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ, 4 વન-ડે અને 4 ટી-20 મેચની શ્રેણી રમાશે અને પછી તમામ ખેલાડીઓ આઈપીએલમાં વ્યસ્ત થઈ જશે. દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 2021 સીઝનનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે અને તેના અનુસાર વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે ઈંગ્લેન્ડની યજમાનીમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.કોરોના વાયરસને કારણે ઈંગ્લેન્ડે વેસ્ટઈન્ડિઝ અને પાકિસ્તાનની યજમાની ખાલી સ્ટેડિયમમાં કરવી પડી હતી. આ પછી સીમિત ઓવર માટે પણ ઓસ્ટ્રેલિયાની મેજબાની ઈંગ્લેન્ડે ખાલી સ્ટેડિયમમાં જ કરી હતી. જો કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ હવે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આગામી સત્રથી મેદાનમાં દર્શકોને પરત લાવવા માટે ઉત્સુક છે.


ટીમ ઈન્ડિયા ટ્રેન્ટ બ્રિઝ, લોર્ડસ, હેડિંગ્લે, ધ ઓવ અને ઓલ્ડ ટ્રેફર્ડમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. શ્રેણીનો પહેલો મુકાબલો 4 ઓગસ્ટે ટ્રેન્ટ બ્રિજમાં રમાશે. જ્યારે અંતિમ ટેસ્ટ 14 સપ્ટેમ્બરે મેન્ચેસ્ટરમાં રમાશે. પાછલી વખતે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો ત્યારે ટીમને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.


Related News

Loading...
Advertisement