બોટાદ દિગમ્બર જૈન સ્વાઘ્યાય મંદિરે મીઠાઇ-ફરસાણની કિટનું વિતરણ

19 November 2020 11:18 AM
Botad
  • બોટાદ દિગમ્બર જૈન સ્વાઘ્યાય મંદિરે મીઠાઇ-ફરસાણની કિટનું વિતરણ

બોટાદ તા.19
બોટાદ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે તીથઁકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના મોક્ષ કલ્યાણક અને દિવાળી મંગલ પાવન અવસરે મીઠાઈ-ફરસાણની કિટ વિતરણ કરવામાં આવી.પરમ ઉપકારી પૂ.ગુરૂદેવશ્રી કાનજી સ્વામી પ્રેરીત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ આયોજિત કોરોના મહામારી સમયે તીથઁકર ભગવાન શ્રીમહાવીર સ્વામીના મોક્ષ કલ્યાણ અને દિવાળી ના પાવન અવસરે દાતાશ્રી ના આથીઁક સહયોગથી જરૂરીયાત મંદ ભગવાન આત્મા ને પરમ પૂજય કહાનગુરુ કૃપાઁ કરુણા સ્વીટ ફરસાણની "100" કિટ વિતરણ તા:-13-11-2020 શુક્રવારે ધનતેરસ ના મંગલ દિવસે કરવામાં આવેલ છે.ભગવાન મહાવીર સ્વામીની આત્મા જયોત પંચમ ગતી-મોક્ષ ગતીને પામ્યા હોવાથી, જગત ના જીવો ને સમ્તક જ્ઞાન જ્યોત પ્રગટાવાની ભાવના જાગ્રત રાખવા દિપક પ્રગટાવે છે તેની સાથે અજ્ઞાન રૂધી અંધકારનો નાશ કરવા અને શ્રધ્ધાની, જ્ઞાનની જયોત પ્રગટ કરવા દરેકને આ કિટમાં એક લાઈટીંગ સીરીઝ પણ ભેટ આપવામાં આવેલ દરેક દરીદ્ર નારાયણ ભગવાન આત્મા ના ઘરમાં પ્રભુ અજવાળા પાથરે અને વિશ્વ આખું કોરોના રોગોથી મુકિત પામે તેવી મંગલ ભાવના ભાવેલી.. અને અત્ર-તત્ર- સવઁત્ર મંગલ થાય તેવી દિવાળીની દરેક ને શુભેચ્છાઓ પાઠવેલ, અને તમામ દાતાશ્રી નો હ્રદય પુર્વક આભાર માનેલ. આ કિટ બનાવવા ની તથા સમસ્ત આયોજન ની વ્યવસ્થા રાજા બી. કોઠારી તથા મોન્ટુભાઈ શાહ ,વિકાસ ગોપાણી, મનીષભાઈ શાહ, અશોકભાઈ ડગલી, સંજયભાઈ ડગલીએ વ્યવસ્થા કરી હતી.


Loading...
Advertisement