ટી-20 ફોર્મેટમાં ઉમેરાશે ‘મસાલો’: ત્રણ મહત્ત્વના ફેરફારો સાથે રમાશે ‘બીગબેશ’

19 November 2020 11:15 AM
Sports
  • ટી-20 ફોર્મેટમાં ઉમેરાશે ‘મસાલો’: ત્રણ મહત્ત્વના ફેરફારો સાથે રમાશે ‘બીગબેશ’

પાવરસર્જ, એક્સફેક્ટર અને બેશ બુસ્ટરના ત્રણ નવા ‘ક્રેઝી’ નિયમો સાથે રમાશે ટૂર્નામેન્ટ

નવીદિલ્હી, તા.18
ક્રિકેટને અનેક દેશોમાં રમવામાં આવે છે અને તમામ ક્રિકેટિંગ દેશોની પોતાની લીગ પણ છે. ભારતમાં આઈપીએલ એટલે કે સૌથી મોટી ક્રિકેટ લીગ ઉપરાંત ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમાય છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિજ પણ હવે પોતાની લીગ રમાડી રહ્યા છે. આ સાથે ઓસ્ટ્રેલિયામાં બિગબેશ લીગ રમાય છે જેમાં અનેક ખેલાડીઓ રમે છે. જો કે હજુ સુધી ભારતીય ખેલાડીઓને આ લીગમાં રમતાં જોવાયા નથી. આમ તો ક્રિકેટમાં એક જેવા નિયમ હોય છે. ટેસ્ટ ક્રિકેટ હોય કે વન-ડે હોય કે પછી ટી-20 હોય આ તમામના પોતપોતાના નિયમો હોય છે અને તેની સાથે જ ટૂર્નામેન્ટ રમાડવામાં આવે છે. હવે ઓસ્ટ્રેલિયાની બિગબેશ લીગમાં ત્રણ નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.
પાવરસર્જ, એક્સફેક્ટર અને બૈશ બુસ્ટ આ ત્રણ નવા નિયમ છે જે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બિગબેશ લીગની 10મી સીઝનમાં સામેલ કરવા જઈ રહી છે. પાવર સર્જન નિયમમાં ફિલ્ડિંગ ટીમ સર્કલની બહાર માત્ર બે ખેલાડી જ રાખી શકશે, બેટિંગ કરનારી ટીમ 11મી ઓવરથી પોતાની ઈનિંગમાં ક્યારેય પણ આ નિયમનો ઉપયોગ કરી શકશે એટલે કે બે ઓવરના પાવરપ્લેનો ઉપયોગ થઈ શકે છે. બીજી બાજુ પ્રારંભના છ ઓવરના પાવરપ્લેને ઘટાડીને ચાર ઓવરનો કરી દેવામાં આવ્યો છે.એક્સફેક્ટર પ્લેયરનો નિયમ 12મા અને 13મા ખેલાડી માટે હશે જે પહેલી ઈનિંગની 10મી ઓવરમાં કોઈ પણ એવા ખેલાડીનું સ્થાન લઈ શકશે જેણે ત્યાં સુધી બેટિંગ અને બોલિંગ કરી નથી. બેશબુસ્ટ બોનસ પોઈન્ટ છે જે બીજી ઈનિંગમાં આપવામાં આવશે. બીજી ઈનિંગ રમનારી ટીમ જો 10 ઓવર બાદ પહેલી ઈનિંગ રમી ચૂકેલી ટીમના 10 ઓવરના સ્કોરથી વધુ સ્કોર બનાવી લેશે તો તેને બોનસ પોઈન્ટ આપવામાં આવશે પરંતુ જો તે ન બનાવી શકે તો ફિલ્ડિંગ ટીમને આ પોઈન્ટ આપવામાં આવશે. લીગના સુપ્રીમો એલિસ્ટર ડોબસને કહ્યું કે આ ત્રણેય નિયમોને લાવવાનો હેતુ ક્રિકેટને વધુ રોમાંચક બનાવવાનો છે.


Related News

Loading...
Advertisement