શાહરૂખે શરૂ કર્યું ‘પઠાણ’નું શુટીંગ?

19 November 2020 10:43 AM
Entertainment Top News
  • શાહરૂખે શરૂ કર્યું ‘પઠાણ’નું શુટીંગ?

મુંબઇ, તા. 19
શાહરૂખ ખાને પઠાણનું શુટીંગ શરૂ કર્યુ હોય તેવી શકયતા લાગી રહી છે. હાલમાં જ યશરાજ ફિલ્મના સ્ટુડીયો બહાર જોવામાં આવ્યો હતો. આથી તેના ફેન્સ પણ ખુબ ખુશીથી ઝુમી ગયા છે. શાહરૂખ છેલ્લે ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ વાતની જાણ થતા ટવીટર પર એક ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે. કેટલાક ફેન્સે શાહરૂખની સરખામણી સાવજની ગર્જના સાથે કરી છે. એક તો જણાવ્યું કે આ બોલીવુડમાં નવા યુગની શરૂઆત છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે જોન અબ્રાહમ અને દિપીકા પાદુકોણ પણ જોવા મળશે.


Related News

Loading...
Advertisement