સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં આગ, 16 દર્દીઓને બચાવાયા

19 November 2020 10:36 AM
Surat Top News Gujarat
  • સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં આગ, 16 દર્દીઓને બચાવાયા

સુરત તા. 19 : સુરતમાં ફરી એકવાર અગ્નીકાંડ સર્જાયો છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને પગલે ફાયર બ્રિગેડની 10 ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. અને સારવાર લઇ રહેલા તમામ 16 દર્દીઓને અન્ય સ્થળે શિફટ કરાયા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવુ સામે આવી રહયુ છે. જોકે સર્વર રૂમમાં લાગેલી આ આગમાં કોઇ જાનહાની થયેલ નથી. ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતા નજીકના પોઇન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા અને રેસ્કયુ કામગીરીમાં જોડાઇ ગયા હતા. બપોરે બે વાગ્યાની આસપાસ ટ્રાઇ સ્ટાર હોસ્પિટલના સર્વર રૂમમાં આગ લાગી હતી.


Related News

Loading...
Advertisement