ધૂલિયા-સુરત હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : સગર્ભા દીકરી, જમાઈ અને સસરાનું મોત

14 November 2020 05:47 PM
Surat
  • ધૂલિયા-સુરત હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર
અકસ્માત : સગર્ભા દીકરી, જમાઈ અને સસરાનું મોત

અકસ્માત બાદ કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી, પરિવાર સુરતથી દિકરીને સાસરેથી તેડીને પરત આવી રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો, ટ્રક ચાલક ફરાર

સુરત, તા.14
ધૂલિયા-સુરત હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકએ કારને ટક્કર મારતા કાર પુલ પરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર 4 માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકમાં સગર્ભા દીકરી, જમાઈ અને સસરાનો સમાવેશ થાય છે.
બનાવની મળતી વિગત મુજબ સુરત શહેરના ઉધના વિસ્તારમા સાસરે રહેલી સગર્ભા દિકરીને દિવાળીના તહેવાર નિમિતે પિતા કાર લઈ તેડવા ગયા હતા. આજે વહેલી સવારે પરત ફરતા સમયે ધૂલિયા-સુરત હાઇવે પર કોંડાઇબારી નજીક કાર પહોંચી ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને ઠોકરે લીધી હતી. જેથી કાર પુલ પરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર દીકરી, જમાઈ અને સસરાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. મૃતકોમાં ગોરખ સોનુ સરખ, પ્રફુલ સુરેશ વાઘમોડે, મનીષા પ્રફુલ વાઘમોડેનો સમાવેશ થાય મૃતક દીકરીને 7 માસનો ગર્ભ હોવાનું જાણવા મળે છે. આ સિવાય અકસ્માત વખતે કારમાં સવાર મૃતકની નાની બહેનને ગંભીર ઇજા પહોંચતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે, હાલ પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


Loading...
Advertisement