વેપાર-ધંધા માટે દિવાળી વરદાન બની ; અર્થતંત્ર દોડય

14 November 2020 04:55 PM
Business India
  • વેપાર-ધંધા માટે દિવાળી વરદાન બની ; અર્થતંત્ર દોડય

કોરોનાકાળમાં તમામ બજારોથી માંડી રોજીંદી વસ્તુઓની ધૂમ ખરીદી : હજુ લગ્ન સીઝન ફળવાની આશા : સરકારના પેકેજ અને કૃષિ રાહતોથી પણ માર્કેટમાં 50થી 60 ટકા રીકવરી

નવી દિલ્હી તા.14
પૂરા દેશમાં વેપાર ધંધા માટે ધનતેરસનું પર્વ એક સુવર્ણ અવસર સાબિત થયું છે. કોરોનાકાળમાં અનેક મુશ્કેલીઓથી હેરાન થયેલા લોકો માટે ધનતેરસ પર ઉજવણી કરવાની તક આવી હતી. મોટી સંખ્યામાં લોકો બજારમાં નીકળ્યા હતા અને જોરદાર ખરીદી કરી છે. ગામડા, તાલુકા, નાના મોટા શહેરો, મહાનગરોમાં ધનતેરસ પર સારો એવો કારોબાર થયાનું દેખાયું છે.
ખુશખુશાલ વેપારીઓ કહે છે કે આગામી લગ્નની સીઝનમાં પણ સારો એવો ધંધો થવાની આશા છે. આ સાથે જ ઘણા સેકટરમાં કારોબાર કોરોના પહેલાની સ્થિતિએ આવી જાય તેવી પણ તેઓને આશા છે.
વેપારીઓ એવુ કહે છે કે આ ધનતેરસે બજારમાં ચમક ફરી દેખાઇ આવી છે. સોના-ચાંદી માર્કેટમાં તો નવ મહિના બાદ કરંટ ફરી આવી ગયો છે. ધનતેરસ ઉપર દેશમાં અનેક લોકો આભૂષણોની ખરીદી કરતાં જોવા મળ્યા હતા. હજુ લગ્નની સીઝન બાકી છે. દિલ્હીના એક મોટા જવેલર્સનું કહેવું છે કે લોકડાઉન બાદ લોકો દુકાનો પર આવતા અટકયા હતા. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઇ રહી છે. કોવિડ-19ની અસર અપેક્ષીત હતી. પરંતુ હવે 80 ટકા કારોબાર ફરી શરૂ થયો છે. કોરોના વચ્ચે લોકોના જીવનમાં ઘણી સ્થિતિ નકારાત્મક હતી. પરંતુ ધનતેરસથી ચિત્ર બદલાઇ ગયું છે.
જે લોકોએ માર્ચ-એપ્રિલમાં લગ્ન પ્રસંગો ટાળ્યા હતા તે હવે પ્રસંગ ગોઠવાઇ ગયા છે. હવે લગ્નમાં સામેલ થનારા લોકોની સંખ્યા પર મર્યાદા આવી છે. આથી બચેલા ખર્ચમાં લોકો દાગીનાની વધુ ખરીદી કરે છે. કદાચ ગત વર્ષ કરતાં પણ આ ખરીદી વધે તેમ છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ધનતેરસે બજારમાં ખૂબ ભીડ દેખાઇ હતી. દિલ્હી વેપાર સંગઠનના અઘ્યક્ષ દેવરાજ બાવેજાએ કહ્યું હતું કે ધનતેરસની ખરીદીનો ઉત્સાહ ખૂબ દેખાયો હતો. વાસણો અને ગીફટ આર્ટીકલની દુકાનો પર સૌથી વધુ ભીડ હતી. ધનતેરસ પર વેપાર ઠીક-ઠીક હતો. પરંતુ લોકોમાં કોરોના વાયરસના ભયના કારણે ગત વર્ષની સરખામણીએ થોડોક ઓછો વેપાર હતો. સસ્તા સામાનનો વેપાર ખૂબ થયો હતો.
ઉદ્યોગ સંગઠનના ચેરમેન સંદિપ અગ્રવાલે કહ્યું હતું કે દિવાળી અને ખાસ તો ધનતેરસ પર ગામડા, શહેરોમાં સારો કારોબાર ચાલ્યો છે. સસ્તા સામાનનું ખૂબ વેચાણ થઇ રહ્યું છે. ખેતીમાં સારી વૃઘ્ધી અને સરકાર દ્વારા અવાર-નવાર અપાતી રાહતોના કારણે ક્ધઝયુમર ગુડસની ડિમાન્ડ વધી ગઇ છે. જો કે મેટ્રો સીટીઝમાં હજુ કારોબાર ખૂબ વઘ્યો નથી. ડાયમંડ ઝવેલરી જેવા મોંઘા ઉત્પાદનોમાં હજુ ડિમાન્ડ ધીમી છે. મેન્યુફેકચરીંગ ગુડઝ અંદર કેપીટલ ગુડઝમાં પહેલા કવાર્ટરમાં 60 ટકા, બીજા કવાર્ટરમાં 20 થી 25 ટકા ઘટાડો દેખાયો હતો. જે ત્રીજા કવાર્ટરમાં 15 થી 20 ટકા રહેવા આશા હતી. પરંતુ નાણામંત્રીના આત્મનિર્ભર 3.0 પેકેજ જેવી જાહેરાતોથી આ ઘટાડો પાંચ ટકા સુધી આવી ગયો છે.
આ સમયમાં બજારમાં ઘણા સકારાત્મક સંકેત જોવા મળ્યા છે. અર્થ વ્યવસ્થા પણ ઝડપથી સુધરી રહી છે. નાણામંત્રીએ દેશને મોટી દિવાળી ગીફટ આપી છે. જેનાથી રોજગારી, નિકાસ, વેપારમાં વૃઘ્ધિ વધશે. સાથે જ ભારતને ગ્લોબલ વેલ્યુચેઇનનો પણ હિસ્સો બનાવશે. આજે દિવાળીના દિવસે પણ બજારમાં ખૂબ ખરીદીઓ ચાલુ રહી છે.


Related News

Loading...
Advertisement