સુરતમાં આગ લાગ્યાની બે ઘટના : કેમિકલ ગોડાઉન અને ઝુંપડપટ્ટી ઝપેટમાં આવી

13 November 2020 09:04 PM
Surat Gujarat
  • સુરતમાં આગ લાગ્યાની બે ઘટના : કેમિકલ ગોડાઉન અને ઝુંપડપટ્ટી ઝપેટમાં આવી

ઉધના વિસ્તારમાં આવેલા મફતનગરની ઝુંપડપટ્ટીમાં ફટાકડા ફોડતા આગ લાગ્યાનું પ્રાથમિક તારણ

સુરત:
સુરતમાં આગ લાગ્યાની બે ઘટના બની હતી જેમાં એક કેમિકલ ગોડાઉન અને એક ઝુંપડપટ્ટી આગની ઝપેટમાં આવી છે.
તાજેતરમાં જ અમદાવાદના પીરાણા નજીક કેમિકલ ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. આ અગ્નિકાંડની ચર્ચા હજુ ચાલી રહી છે ત્યાં જ સુરતમાં બે સ્થળોએ આગ લાગ્યાના સમાચાર મળ્યા છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં ગોડાઉન અને ઉધના વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી આગ બુજવવા પ્રયાસ કર્યો હતો. ગોડાઉનમાં બનેલી ઘટનાના પગલે જેના લીધે આસપાસના લૂમ્સના કારખાના બંધ કરી દેવાયા છે. આગ લાગી ત્યારે ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી છે. જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છે. આગ લાગ્યાનું કારણ હજુ અકબંધ છે.

આગનો બીજો બનાવ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મફતનગરની ઝુંપડપટ્ટીમાં બન્યો છે.આગમાં ત્રણ ઝુપંડાઓ ઝપેટમાં આવી ગયા છે. ફટાકડા ફોડતા આગ લાગી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement