‘ટ્વીટર’ની ફરી અવળચંડાઇ: લેહને કાશ્મીરમાં દર્શાવી દીધું: બ્લોક કરી દેવા સરકારનો વિચાર

13 November 2020 11:27 AM
India Technology
  • ‘ટ્વીટર’ની ફરી અવળચંડાઇ: લેહને કાશ્મીરમાં દર્શાવી દીધું: બ્લોક કરી દેવા સરકારનો વિચાર

એફઆઇઆર પણ થઇ શકે: ખુલાસો માંગતું માહિતી પ્રસારણ મંત્રાલય

નવી દિલ્હી, તા.13
ટવીટર ઇન્ડીયાએ લેહ મામલે પહેલીવાર ‘રમત’ નથી કરી. આ પહેલા લેહને ચીનનો ભાગ બતાવ્યા બાદ હવે લેહને લદાખના બદલે જમ્મુ કાશ્મીરનો ભાગ દર્શાવતા ભારત સરકારે આકરૂ વલણ અપનાવ્યું છે.
ભારત વિરોધી પોસ્ટ સતત મુકવા બદલ ટવીટરને ભારતમાંથી સસ્પેન્ડ અથવા બ્લોક કરી શકાય છે. નવી ગરબડ બદલ ભારત સરકારે કંપનીને કાનુની કાર્યવાહીની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, સોશ્યલ મીડીયા કંપની ટવીટર ઇન્ડિયા સામે કાનુની કાર્યવાહી થઇ શકે તેમ છે. ભારતના સાર્વભૌમત્વને નીચુ દેખાડવા જાણી જોઇને આ ચેષ્ઠા લાગી રહી છે. સંસદે ગત વર્ષે ઓગસ્ટમાં લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો હતો અને લેહમાં તેનું હેડ કવાર્ટર છે.


સરકારે નોટીસ આપીને પાંચ દિવસમાં જવાબ આપવા મુદત આપતા કહ્યું છે કે અગાઉ લેહને ચીનનો ભાગ દર્શાવવા બદલ કંપનીના સ્થાપક જૈક ડોસીને નોટીસ અપાઇ હતી. આ ભૂલ સુધારાઇ હતી પણ કંટ્રી ટેગ અપડેટ કરાયું નથી. માહિતી પ્રસારણ મંત્રાલયે ટવીટરના ગ્લોબલ વાઇસ પ્રેસીડેન્ટને નોટીસ મોકલી ખુલાસો પૂછયો છે.


ભારતના સન્માન સાથે ચેડા કરવા બદલ કંપની સામે 1961ના કાયદા હેઠળ એફઆઇઆર થઇ શકે છે. જવાબદારને છ માસની સજાની જોગવાઇ છે. આઇટી એકટ 69-એ હેઠળ કંપનીને બ્લોક પણ કરી શકાય છે. શનિવાર સાંજ સુધી ટવીટર માફી ન માંગે તો કાર્યવાહી થશે.


જો કે ટવીટરે એક વિસ્તૃત જવાબ આપ્યો છે. હાલ કંપની કેન્દ્ર શાસિત પ્રદેશ ટેગ દેખાડવા પર કામ કરે છે. જે કામ નવેમ્બરના અંત સુધી થઇ જાય તેમ છે. સપ્ટેમ્બરમાં સરકારે વડાપ્રધાનની ખાનગી વેબસાઇટ સાથેનું એકાઉન્ટ હેડ થવા ઉપર પણ કંપનીનો ખુલાસો પૂછયો હતો.


Related News

Loading...
Advertisement