ભારતમાં પબ-જી આવી રહી છે, શોખીનો માટે ‘સ્પેશ્યલ ગેઈમ’નું કરાશે લોન્ચીંગ

12 November 2020 05:35 PM
India Technology Top News
  • ભારતમાં પબ-જી આવી રહી છે, શોખીનો માટે ‘સ્પેશ્યલ ગેઈમ’નું કરાશે લોન્ચીંગ

ગેમ તો આવશે સાથે સાથે 100 કરોડનું રોકાણ પણ લાવશે

નવીદિલ્હી, તા.12
અંદાજે એક મહિના બાદ પબ-જી મોબાઈલે ભારતમાં પુનરાગમનની જાહેરાત કરી દીધી છે. પબ-જી કોર્પોરેશને ભારતમાં પબ-જી મોબાઈલની વાપસીનું એલાન કર્યું છે. સાથે સાથે કહ્યું છે કે ભારતીય યુઝર્સ માટે સ્પેશ્યલ ગેઈમનું લોન્ચીંગ કરી દેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે નવી ગેમ માટે પબ-જી કોઈ પણ ચાઈનીઝ કંપનીઓ સાથે ભાગીદારી કરશે નહીં.
પબ-જી કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું કે પબ-જી મોબાઈલને ટૂંક સમયમાં ભારતની અંદર લોન્ચ કરી દેવામાં આવશે. આ માટે કંપની ભારત સરકારની ડેટા પોલિસીને સંપૂર્ણ ફોલો કરશે. પબ-જીએ ભારતીય ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે તેની પેરેન્ટ કંપની ક્રાફટોન આઈએનસી ભારતમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ ભારતમાં ગેઈમ્સ, ઈ-સ્પોર્ટસ, મનોરંજન અને આઈટી ઈન્ડસ્ટ્રીઝ માટે છે.
પબ-જી કોર્પોરેશને હાલમાં જ ભારતીય ઓફિસ માટે લિન્કડિન પર કોર્પોરેટ ડેવલપમેન્ટ ડિવિઝન મેનેજરના પદ માટે પોસ્ટ કરી છે. આ નોકરી માટે પાંચ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં 200 ગેમિંગ એપ્સ સાથે સાથે પબ-જી મોબાઈલને પણ ડેટા સિક્યોરિટીને લઈને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. જો કે હવે કંપનીએ પરત ફરવાનો નિર્ણય લીધો છે. જો કે પબ-જી મોબાઈલનું ભારતમાં લોન્ચીંગ ક્યારે થશે તેની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.


Related News

Loading...
Advertisement