બોટાદમાં વરિયા સમાજ દ્વારા છાત્રોને મફત ચોપડા વિતરણ

11 November 2020 09:48 AM
Botad
  • બોટાદમાં વરિયા સમાજ દ્વારા છાત્રોને મફત ચોપડા વિતરણ

બોટાદ, તા. 11
બોટાદ વરિયા સમાજના બાલમંદિરથી કોલેજ કે અન્ય તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું. શ્રી વરિયા યુવા શિક્ષણ સમિતિ બોટાદ દ્વારા બોટાદના વરિયા ચોવીસી પ્રજાપતિ સમાજના તમામ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દર વર્ષે બાલમંદિર થી લઇ આગળ કોઈપણ અભ્યાસ કરતા બોટાદ શહેરના વરિયા પ્રજાપતિ સમાજના તમામવિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડા વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે.


જે અંતર્ગત આ વર્ષે પણ સો નાનજીભાઈ મોહનભાઈ ભીમાણી ના સ્મરણાર્થે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમનું શરૂઆત દાતા પરિવારના વડીલ માતૃશ્રી ગ.સ્વ. ગોદાવરીબેન નાનજીભાઈ ભીમાણી ના હસ્તે ચોપડા વિતરણ કરી કરવામાં આવેલ. કોરોના ગાઇડને ધ્યાને રાખી વિસ્તાર મુજબ નક્કી કરેલ વારા પ્રમાણે બોટાદ શહેરના કુલ 500 વિદ્યાર્થીને ચોપડા વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા વરિયા યુવા શિક્ષણ સમિતિ બોટાદના સભ્યો અને જ્ઞાતિના વિદ્યાર્થીઓએ સેવા આપેલ. કોરોના મહામારી અને શૈક્ષણિક વર્ષમાં માસ પ્રમોશન આપેલ હોય આં વર્ષનો ઈનામ વિતરણ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હોવાનું વરિયા યુવા શિક્ષણ સમિતિ બોટાદ દ્વારા જણાવવામાં આવેલ.


Loading...
Advertisement