આરોગ્ય સેવામાં ઉપલબ્ધી : વડોદરાની હોસ્પિટલમાં ગુજરાતની પ્રથમ રોબોટિક સર્જરી થઈ

09 November 2020 01:29 AM
Vadodara Gujarat
  • આરોગ્ય સેવામાં ઉપલબ્ધી : વડોદરાની હોસ્પિટલમાં ગુજરાતની પ્રથમ રોબોટિક સર્જરી થઈ

રોબોટનો ઉપયોગ થવાથી માનવસહજ ભૂલોનું થશે નિવારણ, ખર્ચમાં 50 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો

વડોદરા:
ગુજરાતમાં આરોગ્ય સેવામાં નવી ઉપલબ્ધી જોડાઈ છે. વડોદરાની હોસ્પિટલમાં ગુજરાતની પ્રથમ રોબોટિક સર્જરી થઈ છે. રોબોટનો ઉપયોગ થવાથી માનવસહજ ભૂલોનું થશે હવે નિવારણ થશે અને ખર્ચમાં 50 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થશે.

વડોદરાના જેતલપુર રોડ સ્થિત ગુજરાત કીડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આ સર્જરી ડો. પ્રજ્ઞેશ ભરપોડા દ્વારા કરવામાં આવી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધન દ્વારા ડેવલપ ઓપરેશન માટેના આ રોબોટિક મશીનો કરવામાં આવ્યાં છે. આ અંગે તબીબે કહ્યું હતું કે, રોબોટિક મશીનથી થયેલી સર્જરીથી ચોક્કસ સર્જરી થાય છે. કોઇ જટિલતા રહેતી નથી. રોબોટિક સર્જરીમાં સાધનો ચારે તરફ વળી શકે તેવા હોય છે. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરીમાં સાધનો સીધા જ હોય છે. રોબોટ દ્વારા થતી સર્જરી દરમિયાન કોઇ ભૂલ તબીબ કરે તો પણ મશીન તુરંત જ એલર્ટ થઇ જાય છે. આનુષંગિક ખર્ચ ઓછા થઇ જતો હોવાથી રોબોટિક સર્જરીનો મહત્તમ ખર્ચ 2.5 લાખનો હોય છે. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરીમાં ખર્ચ 5 લાખ સુધી પહોંચી જતો હોય છે. આ સર્જરીનો સમાવેશ મેડિક્લેઇમમાં પણ કરાયો હોવાથી દર્દીને આર્થિક ભારણ ઓછું આવે છે. રોબોટિક સર્જરીથી કેન્સર, હર્નિયા, ઉપરાંત બેરિયાટિક, હિસ્ટેરેક્ટોમી અને એન્ડોનેટરિઓસિસ જેવા પાચનતંત્ર સાથે સંકળાયેલ ઓપરેશન સરળતાથી થઈ શકે છે.

સામાન્ય સર્જરીમાં દર્દીને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડે છે. જ્યારે રોબોટિક સર્જરી ગણતરીના કલાકમાં થઈ જાય છે. અને ચીર-કાપ ન હોવાથી દર્દી ઝડપથી સાજા થાય છે. તેથી હોસ્પિટલમાંથી વહેલી રજા મળી જાય છે.


Related News

Loading...
Advertisement