બોટાદમાં ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

07 November 2020 11:08 AM
Botad
  • બોટાદમાં ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

બોટાદ તા. 7
બોટાદ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી 44ર6 સભાસદો ધરાવતી શ્રી ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સ.મં.લી. ની સાતમી વાર્ષિક સાધારણ સભા બોટાદ ખાતે મર્યાદિત સભાસદોની હાજરીમાં મળી ગઇ.
પ્રારંભમાં પધારેલા મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી મંગલ પ્રારંભ કરેલ સોસાયટીના ઉપપ્રમુખ વિજયભાઇ ધાધલ દ્વારા સહકાર ગીતના ગાયન પછી સોસાયટીના એમડી ભુપતભાઇ ધાધલ દ્વારા સૌનુ સ્વાગત કરવામાંઆવ્યુ. સોસાયટીના ઉપપ્રમુખ વિજયભાઇ ધાધલ તથા મેનેજર તુષારભાઇ ચાવડા દ્વારા એજન્ડા મુજબની કાર્યવાહી કરી વાર્ષિક તારીજ/સરવૈયુ નફાતોરા પત્રક તથા અન્ય ઠરાવો રજુ કરેલ જે સર્વાનુમતે મંજુર રાખવામાં આવેલ.


સોસાયટીની વ્ય. કમીટીના સભ્ય ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ રાણપુરના ચેરમેન ગોવિંદભાઇ ડાભી તાજેતરમાં ખાદી ગ્રામોધોગ આયોગ મુંબઇ ભારત સરકારના સેન્ટ્રલ ખાદી માર્ક કમીટીના ચેરમેન તરીકે નિયુકત થતા સોસાયટીના ચેરમેન સવજીભાઇ શેખ તથા મેનેજર તુષારભાઇ ચાવડા દ્વારા તેમનું શાલ ઓઢાડી ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. સહકારી ક્ષેત્રની સંસ્થા સહકાર ભારતીના બોટાદ જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે રાણપુરના સેવાભાવી યુવા ઉધોગપતિ કૌસરભાઇ કલ્યાણી નિયુકત થતા સોસાયટીના ઉપપ્રમુખ વિજયભાઇ ધાધલ તથા એમડી ભુપતભાઇ ધાધલ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.


સોસાયટીના ચેરમેન સવજીભાઇ શેખ સોસાયટીના સ્થાપના સમયથી કરેલ વિશિષ્ટ કામગીરી બદલ સોસાયટીના વ્ય.ક. સભ્ય હરિરામબાપુ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. સોસાયટીના ચેરમેન સવજીભાઇ શેખે સોસાયટીની પ્રગતિની માહીતી આપતા જણાવ્યુ કે સ્થાપના સમયથી નફો કરતી ઓડીટ વર્ગ 3પ ધરાવતી પોતાની માલીકીની ઓફીસ ધરાવે છે. ચાલુ વર્ષે સભાસદોને 6% લેખે ડિવિડન્ડ આપેલ છે. કોરોનાની કપરી પરિસ્થિતીમાં ધંધો રોજગાર બંધ હતાત્યારે સભાસદોને સરકાર દ્વારા જાહેર કરેલ આત્મનિર્ભર લોન, ગોલ્ડ લોન, જાત જામીનગીરી લોન દ્વારા લગભગ 300 ઉપરાંત સભાસદોને 60 લાખ ઉપરની લોન આપી મદદરૂપ થવા પ્રયાસ કર્યો છે. સોસાયટીના વિકાસમાં નિ:સ્વાર્થ ભાવે કાર્યરત બોર્ડ ઓફ ડિરેકટર્સ કર્મઠ કર્મચારીગણ તથા જાગૃત સભાસદોના સહિયારા પ્રયાસોથી શકય બનેલ છે. ચાલુ વર્ષે સોસાયટીએ રૂ.16 લાખ ઉપરાંતનો નફો કરેલ છે.


સોસાયટીની વા.સા. સભામાં વ્ય.ક. સભ્યો જીતુભાઇ સવાણી, હસુભાઇ જોષી, રમેશભાઇ સાકરીયા, બાપુભાઇ ધાધલે પ્રોત્સાહીક હાજરી આપેલ. સમગ્ર વા.સા. સભાની કાર્યવાહીનું સંચાલન પૂર્વ એમડી બાપુભાઇ ધાધલે કરેલ. સમગ્ર વ્યવસ્થા મેનેજર તુષારભાઇ ચાવડા, કાળુભાઇ શેખ, કિશોરભાઇ બારૈયા દ્વારા કરવામાં આવી હતી.


Loading...
Advertisement