બોટાદ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક

06 November 2020 12:11 PM
Botad
  • બોટાદ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક

બોટાદ,તા. 6
ગુજરાત રાજ્યમાં બોટાદ માર્કેટ યાર્ડ કપાસ માટે પ્રથમ હરોળનું માર્કેટ યાર્ડ છે. માર્કેટ યાર્ડ, બોટાદમાં દર વર્ષે આજુબાજુના તાલુકા અને જિલ્લાના ખેડૂતો તેની ખેત પેદાશ વેચવા માટે આવતા હોવાથી પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે. કારણ કે ખેડૂતોને તેના પાકના સંતોષકારક ભાવ મળી રહેતા હોવાથી તેમજ કોમ્પ્યુટર વે બ્રીજ પર સાચો તોલ થતો હોય અને રોકડા નાણાં મળી રહેતા હોવાથી ખેડૂતો પોતાનો માલ બજાર સમિતિ-બોટાદમાં વેચવાનો આગ્રહ રાખતા હોય છે. આ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હોવાથી બોટાદ તાલુકા જિલ્લામાં મગફળીનું વાવેતર વધુ થયેલ છે અને બજાર સમિતિ-બોટાદની વહીવટ કાર્યકુશળતા તેમજ અદ્યતન સુવિધાના કારણે બોટાદ તાલુકાના અને આજુબાજુના તાલુકા-જિલ્લાના ખેડૂતો પોતાની ખેત પેદાશ મગફળી બોટાદ માર્કેટ યાર્ડમાં વેચવાનો આગ્રહ રાખે છે.


હાલમાં બજાર સમિતિ-બોટાદમાં દૈનિક 350 થી 500 વાહન એટલે કે અંદાજીત પંદરથી વીસ હજાર મણ મગફળીની આવક થાય છે. તેમજ રૂા. 900 થી 1030 પ્રતિ મણ સરેરાશ ભાવ મળતા હોવાથી તેમજ રોજેરોજ થયેલ માલની આવકનો સંતોષકારક નિકાલ થતો હોવાથી ખેડૂતો બજાર સમિતિ, બોટાદમાં મગફળી વેચાણ માટે આવે છે. તેમજ બજાર સ સમિતિ બોટાદમાં નિયમિત-દરરોજ મગફળીની હરરાજીનું કામકાજ થાય છે. આમ બજાર સમિતિ-બોટાદ કપાસ ઉપરાંત મગફળીની આવક અને તેના સંતોષકારક નિકાલમાં અગ્રીમ સ્થાન ધરાવે છે.


Loading...
Advertisement