વોટસએપની પેમેન્ટ સેવાને મંજુરી: નાણાં મોકલવાનું ફ્રી હશે

06 November 2020 11:06 AM
Technology
  • વોટસએપની પેમેન્ટ સેવાને મંજુરી: નાણાં મોકલવાનું ફ્રી હશે

માર્ક ઝુકરબર્ગની જાહેરાત: પ્રથમ તબકકે બે કરોડ ભારતીયોને આ સેવા આપવા તૈયારી: ભારત અને વિશ્ર્વની 130 બેન્કો સાથે કરાર : દેશની 10 ભાષામાં વોટસએપ પેમેન્ટ સેવા મળશે: બેન્ક ડેબીટ કાર્ડ હોવું જરૂરી: મેસેજ મોકલવા જેવું જ સરળ એપ લોન્ચ થશે

નવી દિલ્હી તા.6
દેશમાં પેમેન્ટ ક્ષેત્રે હવે વોટસએપનો પ્રવેશ થઈ ગયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વોટસએપને તેની પેમેન્ટ સેવા શરુ કરવા મંજુરી આપી છે અને તબકકાવાર દેશભરમાં આ સેવાનો પ્રારંભ થઈ જશે તે વચ્ચે વોટસએપની પેરન્ટ કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે કે વોટસએપ મારફત નાણાં મોકલવા માટે કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહી. ભારતમાં અંદાજે બે કરોડ લોકોને પ્રથમ તબકકે વોટસએપ પેમેન્ટ સેવાને આવરી લેવાની ઝુકરબર્ગની યોજના છે. તેમણે જણાવ્યું હતું કે વોટસએપ એ મલ્ટી બેંક મોડેલ હશે અને તેમાં અનેક પ્રકારની નાણાકીય સેવાઓ મળી રહેશે તથા 140 બેન્કો સાથે તે ટાઈઅપ કરી રહી છે. ઝુકરબર્ગે જણાવ્યું કે વોટસએપની પેમેન્ટ સેવા સંપૂર્ણ સલામત હશે. તમે કોઈને સંદેશ મોકલી શકો છો તે જ રીતે તમે નાણાં મોકલી શકશો અને મેળવી શકશો. તમારે ફકત બેન્કનું ડેબીટ કાર્ડ હોય તેના આધારે અમારી સેવા મેળવી શકશો. આ સેવા 10 ભાષામાં મળશે અને વોટસએપને પણ અપગ્રેડ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વોટસએપની આ સેવા પર નજર રાખવામાં આવશે. માર્ક ઝુકરબર્ગે જાહેર કર્યુ છે કે ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)ના માધ્યમથી વોટસએપ સેવા આપશે અને અન્ય એપની મારફત પણ વોટસએપના પેમેન્ટ સેવાનો ઉપયોગ થઈ શકશે જેના કારણે અમારી સેવા વધુ વ્યાપક હશે. ઉપરાંત વોટસએપનું પેમેન્ટ સેવાનું સંચાલન અત્યંત સરળ હશે.


Related News

Loading...
Advertisement