કાલાવડ તાલુકાના નિકાવા ગામે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

02 November 2020 11:42 AM
Jamnagar Keshubhai Patel
  • કાલાવડ તાલુકાના નિકાવા ગામે પૂર્વ
મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

(રાજુભાઈ રામોલીયા દ્વારા)
નિકાવા,તા. 2
કાલાવડ તાલુકાના નિકાવા ગામે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને નિકાવા હિન્દુ સેવા સમિતિ દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ. ગુજરાત રાજ્યના તમામ વર્ગના લોકોને સાથે રાખી વિકાસની નવી દિશા આપનાર, ગુજરાત ભાજપના ભિષ્મ પિતામહ એવા લોકપ્રિય વરિષ્ઠ કર્મઠ રાજકીય આગેવાન અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારે 92 વર્ષની ઉમરે નિધન થતા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગામેગામ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે શ્રધ્ધાંજલી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામે હિન્દુ સેવા સમિતિ નિકાવા દ્વારા સદગતના આત્માને શાંતિ અર્થે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક સાથે ગામના આગેવાનો સહિત ગામ લોકોએ કેશુબાપાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
નિકાવા ગામ સાથે કેશુબાપાને અનન્ય નાતો તેમજ જીવનભેર અનેક પ્રકારે પારિવારિક તેમજ રાજકીય મિત્રો સાથે નાતો હોય જેથી કેશુભાઈ પટેલનું ગુરુવારે અવસાન થતા નિકાવા ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. જેમના શ્રધ્ધાસુમન વેળાએ નિકાવાના જ વતની અને કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા, નિકાવાના સરપંચ રાજુભાઈ મારવિયા,, નિકાવા જીલ્લા પંચાયતના સદસ્ય જે.પી. મારવિયા, કેશુભાઈ પટેલના જીવનભરના સાથી મિત્ર ભીખાબાપા મારવિયા, માવજીભાઈ સાવલિયા, કેશુભાઈ બોઘરા, રમેશભાઈ ગમારા, રમેશભાઈ મારવિયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હિન્દુ સેવા સમિતિ નિકાવાના કાર્યકર્તાઓ સહિત ગામ લોકો સોશ્યલ ડીસ્ટન્સ તેમજ માસ્ક પહેરી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement