કેશુભાઇ પટેલને જૈન સમાજની શ્રદ્ધાંજલી

31 October 2020 06:52 PM
Rajkot Keshubhai Patel
  • કેશુભાઇ પટેલને જૈન સમાજની શ્રદ્ધાંજલી

સમગ્ર ગુજરાત તથા ખાસ કરીને રાજકોટના વિકાસમાં જેને મુખ્યમંત્રી તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી છે, એવા ભાજપના પાયાના પથ્થર અને સેવાભાવી સરળ વ્યકિતત્વ ધરાવતા કેશુભાઇ પટેલને સમગ્ર જૈન સમાજવતી ભાવાંજલી પાઠવી છે. જીવદયાના કોઇપણ સદકાર્ય માટે તેઓ હંમેશા સક્રિય રહેતા. દરેક સાથે સમાન નાતો ધરાવતા. કેશુભાઇ પટેલ જૈન સમાજના દરેક ફંકશનમાં અચુક હાજરી આપી અને સંબંધો જીવંત રાખતા. રાજકોટમાં ઉપાશ્રયો તથા આગમ સહિત ધાર્મિક પુસ્તકોના વિમોચન અને ઉદઘાટન તેમના હસ્તે થયેલા છે. સૌરાષ્ટ્રમાં ગુંડાગીરીને નાબુદ કરવા ઉપરાંત અનેક વિકાસલક્ષી કાર્યો પરીપૂર્ણ કરવા તેઓ નિમિત બનેલ હતા. ઉપરોકત તસ્વીરમાં જૈન સમાજના કાર્યક્રમમાં પુસ્તકનું વિમોચન કરતા કેશુબાપા, બાજુમાં ચંદ્રકાંતભાઇ શેઠ, બીજી તસ્વીરમાં મહાવીર જન્મ કલ્યાણ ઉજવણીમાં ધર્મસભામાં ધર્મધ્વજ લઇને આવતા કેશુભાઇ પટેલ તથા જૈન અગ્રણીઓ જોવા મળે છે.


Related News

Loading...
Advertisement