કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરતા આમ આદમી પાર્ટીના રાજભા-શિવલાલભાઇ

31 October 2020 06:48 PM
Rajkot Keshubhai Patel
  • કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરતા આમ આદમી પાર્ટીના રાજભા-શિવલાલભાઇ

આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલા અને ઉપપ્રમુખ શિવલાલભાઇ પટેલે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂતોના મસીહા કેશુભાઇ પટેલના અવસાન બદલ શોકની લાગણી વ્યકત કરીને જણાવ્યું છે કે, કેશુભાઇ પટેલ એક સામાન્ય પરિવારમાંથી જાત મહેનત અને કોઠાસુઝના આધારે સંઘર્ષ કરીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચીને ગુજરાતમાં ખેડૂતલક્ષી તેમજ નર્મદા યોજનાને સાકાર કરવામાં કેશુભાઇ પટેલનું નોંધનીય યોગદાન રહેલ છે તે બદલ ગુજરાતના ખેડૂતો હંમેશા કેશુભાઇને યાદ કરશે. ઝાલા અને પટેલે કેશુભાઇ પટેલના શાસન કાળને યાદ કરતા જણાવ્યું હતું કે કેશુભાઇની નીડરતા અને ઇચ્છા શકિતના આધારે તેમના શાસન કાળમાં ગુજરાતમાં અસામાજિક તત્વોને નેસ્તનાબુદ કરીને ગુજરાતની જનતાને અસામાજિક તત્વોની ચુંગાલમાંથી છોડાવવા બદલ પણ ગુજરાત કેશુભાઇને યાદ કરશે. અંતમાં રાજભા અને શિવલાલભાઇએ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે, કેશુબાપાના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે અને તેમના કુટુંબને તેમના અવસાન બદલ દુ:ખ સહન કરવાની શકિત અર્પે તેવી પ્રાર્થના.


Related News

Loading...
Advertisement