સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ ના નીધન બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલી પાઠવવા શોકાંજલી રાખેલ જેમાં સોમનાથ તેમજ આસપાસના અગ્રણીઓએ બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન પાઠવેલ હતા જયારે સોમનાથ શોપીંગ સેન્ટરના વેપારીઓ તથા રસ્તા પર બેસી રોજગારી મેળવતા નાના ધંધાર્થીઓ અને સોમનાથ ફોટોગ્રાફરો દ્વારા મૌન રેલી યોજી સ્વ.કેશુબાપા ને આપી શ્રદ્ધાંજલી અર્પેલ હતી. (તસ્વીર રાજેશ ઠકરાર વેરાવળ)