જામનગર તા.30: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા કોર્પોરેટર તરીકેની જાહેર કારકીર્દીથી લઇને ધારાસભ્ય, કેબીનેટમંત્રી, લોકસભાના સભ્ય, મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રી તરીકેની લાંબી રાજકીય કારકીર્દી દરમ્યાન ગુજરાતની જનતાને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં અપાર લોકચાહના મેળવનાર કેશુભાઇ પટેલના નિધનથી ગુજરાતે એક સનિષ્ઠ લોકસેવક, મુલ્ય નિષ્ઠ અને કોઠાસુઝવાળા આગેવાનને ગુમાવેલ છે. જેની ગુજરાતના જાહેર જીવનમાં સદાય ખોટ રહેશે તેમ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.