ગાંધીનગર : ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારને સોંપાયો

29 October 2020 10:02 PM
Government Gujarat
  • ગાંધીનગર : ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારને સોંપાયો

31મી થી ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે

ગાંધીનગર:
રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમની જગ્યાનો વધારાનો હવાલો રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપવામાં આવ્યો છે. આગામી 1લી નવેમ્બરથી તેઓ ગૃહવિભાગનો અધિક મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે.

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ 1986 બેંચના સિનિયર IAS ઓફિસર સંગીતા સિંહ તા.31મીના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. આવતીકાલે 30મી અને 31મીના રોજ જાહેર રજા છે. આજે સરકારી કામકાજનો છેલ્લો દિવસ હોવાથી સરકારે ગૃહવિભાગનો અધિક મુખ્ય સચિવનો વધારાનો હવાલો અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સોંપ્યો છે. પંકજ કુમાર છેલ્લા ત્રણ વર્ષથી મહેસૂલ વિભાગ સંભાળી રહ્યા છે. તેઓ પણ 1986 બેંચના જ સિનિયર IAS અધિકારી છે. જ્યાં સુધી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની કાયમી નિમણૂક ન થયા ત્યાં સુધી પંકજ કુમાર પાસે ચાર્જ રહેશે. સંગીતા સિંહ પાસે વિજિલન્સ કમિશનનો પણ વધારાનો હવાલો છે. પરંતુ હજુ સુધી રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે તેનો હવાલો કોને સોંપવો તે અંગે નિર્ણય કર્યો નથી. જોકે એવી શક્યતા છે કે આ હવાલો પણ પંકજ કુમારને સોંપવામાં આવશે.


Related News

Loading...
Advertisement