ભાવનગરમાં આજે કોરોનાના ૧૮ નવા કેસો સામે ૧૮ દર્દીઓ સાજા થયા

29 October 2020 09:42 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના ૧૮ નવા કેસો સામે ૧૮ દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૭૫૭ કેસો પૈકી ૫૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૨૯
ભાવનગરમાં આજે નવા ૧૮ નવા કોરોના નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૪,૭૫૭ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૦ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૨ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ઉમારાળામાં ૨, સિહોરના પીપરડી ગામે ૧, તળાજાના કુંઢેલી ખાતે ૧, મહુવાના દેવળીયામાં ૧ તેમજ પાલીતાણાના સોનાપારી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૪ અને તાલુકાઓના ૪ એમ કુલ ૧૮ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૪,૭૫૭ કેસ પૈકી હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૬૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેમજ કુલ ૬૮ દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement