અમદાવાદની સોલા સિવિલના બે ડોક્ટરને 8 લાખની લાંચ લેતા ACB એ દબોચ્યા

29 October 2020 08:47 PM
Ahmedabad Crime Gujarat
  • અમદાવાદની સોલા સિવિલના બે ડોક્ટરને 8 લાખની લાંચ લેતા ACB એ દબોચ્યા

● ડો. ઉપેન્દ્ર પટેલ અને ડો. શૈલેષ પટેલે 1 કરોડનું બિલ પાસ કરાવવા કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી ● ડોક્ટરોના નિવાસ અને હોસ્પિટલમાં એન્ટી કરપશન બ્યુરોએ કરી ટ્રેપ

અમદાવાદઃ
અમદાવાદ સોલા સિવિલમાં આજે ગુરુવારે ACBએ છટકું ગોઠવી RMO ડો. ઉપેન્દ્ર પટેલ સહિતબે ડોક્ડરોને 8 લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. ડો. ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો. શૈલેષ પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. બંને ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવના પગલે ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગત મુજબ કેટરિંગનું એક કરોડ રુપિયાનું બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે આ અંગે ACBમાં ફરિયાદ કરતા એન્ટી કરપશન બ્યુરોએ છટકું ગોઠવ્યું હતું. ACBએ ડોક્ટરોના નિવાસસ્થાન અને હોસ્પિટલમાં બન્ને જગ્યાએ ટ્રેપ ગોઠવી હતી.


Related News

Loading...
Advertisement