ગુજરાતમાં સતત પાંચમા દિવસે ત્રણ આંકડામાં નવા કોરોના કેસો, આજે 987 સંક્રમિતો સામે 1000 થી વધુ દર્દી સાજા થયા

29 October 2020 08:00 PM
Gujarat
  • ગુજરાતમાં સતત પાંચમા દિવસે ત્રણ આંકડામાં નવા કોરોના કેસો, આજે 987 સંક્રમિતો સામે 1000 થી વધુ દર્દી સાજા થયા

● એક્ટિવ કેસ ઘટીને 13,254 : 24 કલાકમાં 4 દર્દીના મોત

રાજકોટઃ
ગુજરાતમાં સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસો આંકડા ત્રણ આંકડામાં આવ્યા છે. બીજીતરફ રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આજે 1000થી વધુ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસો પણ ઘટીને 13,254 થઈ ગયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝીટીવ નવા 987 કેસો નોંધાયા છે. જ્યારે 4 દર્દીઓના મૃત્યુ થયા છે. અને 1083 દર્દીઓ સાજા થયા છે.
હાલ કુલ 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 13193 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક 3708 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 171040 પર પહોંચ્યો છે.

◆ જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

સુરત 213,
અમદાવાદ 171,
વડોદરા 117,
રાજકોટ 96,
ગાંધીનગર 34,
મહેસાણા 33,
બનાસકાંઠા 28,
જામનગર 28,
નર્મદા 27,
જૂનાગઢ 23,
કચ્છ 21,
પાટણ 21,
સાબરકાંઠા 20,
સુરેન્દ્રનગર 18,
ભાવનગર 18,
અમરેલી 15,
ગીર સોમનાથ 15,
પંચમહાલ 13,
ખેડા-મોરબી 12
અરવલ્લી 11,
આણંદ 9,
ભરૂચ 7,
દેવભૂમિ દ્વારકા 6,
છોટા ઉદેપુર 4,
દાહોદ 3,
નવસારી 3
તાપી 3,
બોટાદ 2,
મહિસાગર 2,
પોરબંદર 2.


Related News

Loading...
Advertisement