રાજકોટ જીએસટી વિભાગ-10માં આજે એક સાથે અર્ધો ડઝન કર્મચારીઓ નિવૃત થયા

29 October 2020 07:46 PM
Rajkot
  • રાજકોટ જીએસટી વિભાગ-10માં આજે એક સાથે અર્ધો ડઝન કર્મચારીઓ નિવૃત થયા

3- ઈન્સ્પેકટરો અને 3 ઓફીસરો ફરજ મુક્ત થતા કચેરીમાં સ્ટાફની વધુ ઘટ્ટ પડી

રાજકોટ તા.29
રાજકોટ જીએસટી વિભાગ કે જે છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટાફની તંગી અનુભવી રહ્યું છે અને બીજી તરફ સામે નિવૃતિ પણ સતત વધી રહી છે. જેના કારણે રાજકોટ જીએસટી વિભાગના બંને ડીવીઝનોમાંથી સ્ટાફ સતત ઘટી રહ્યો છે અને કામનું ભારણ પણ વધી રહ્યું છે.
આવા સંજોગોમાં આજરોજ રાજકોટ જીએસટી વિભાગ દસમાંથી એક સાથે અડધો ડઝન જેટલા કર્મચારીઓ નિવૃત થયા છે. જેના પગલે આજરોજ રાજકોટ જીએસટી વિભાગ 10ની કચેરીઓમાં નિવૃતિનો માહોલ જોવા મળ્યો હતો. નિવૃત થઈ રહેલા કર્મચારી અને અધિકારીઓના માનમાં કચેરી ખાતે નિવૃતિ વિદાયમાન સમારોહ યોજવામાં આવેલ હતા.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજરોજ રાજકોટ જીએસટી વિભાગ-10ની જુદી જુદી કચેરીઓમાંથી ત્રણ ઈન્સ્પેકટરો અને ત્રણ ઓફીસરો નિવૃત થયા હતા. આમ સ્ટાફની સતત ઘટ અનુભવી રહેલા જીએસટી વિભાગમાં આજે વધુ સ્ટાફની ઘટ પડી હતી.


Related News

Loading...
Advertisement