મેરઠમાં મકાનમાં વિસ્ફોટ થતા કાટમાળમાં દબાઇ જતા બેના મોત

29 October 2020 07:43 PM
World
  • મેરઠમાં મકાનમાં વિસ્ફોટ થતા  કાટમાળમાં દબાઇ જતા બેના મોત

વિસ્ફોટનું કારણ અકબંધ

મેરઠ, તા. ર9
અત્રે ગઇકાલે સરધના ખાતે વિસ્ફોટક પદાર્થના ભારે ધડાકા સાથે અનેક મકાનો પડી ગયા હતા જેના કારણે કાટમાળ નીચે દબાઇને કોંગ્રેસના નગર અધ્યક્ષ સહિત બે લોકોના મૃત્યુ થયા હતા જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા સરધના પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કાર્યમાં લાગી હતી. આ દુર્ઘટનામાં કોંગ્રેસ નગર અધ્યક્ષનું પણ મોત થયું છે. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે મકાનમાં વિસ્ફોટક પદાર્થ ફાટવાથી અકસ્માત થયો છે. આસપાસના લોકોએ ચુપ્પી ધારણ કરી લીધી છે. તપાસ બાદ અકસ્માતનું કારણ બહાર આવશે.


Related News

Loading...
Advertisement