શેરબજારમાં સતત બીજા દિવસે મંદી: સેન્સેકસમાં વધુ 250 પોઈન્ટનું ગાબડું

29 October 2020 07:42 PM
Business
  • શેરબજારમાં સતત બીજા દિવસે મંદી: સેન્સેકસમાં વધુ 250 પોઈન્ટનું ગાબડું

રાજકોટ તા.29
મુંબઈ શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનો આંચકો હતો. હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલીથી સેન્સેકસ વધુ 250 પોઈન્ટ ગગડયો છે.
શેરબજારમાં આજે માનસ મંદીનું હતું, વિશ્ર્વબજારોમાં કડાકાભડાકા, નાણાં સંસ્થાઓની વેચવાલી જેવા કારણોનો પ્રત્યાઘાત હતો. કોરોનાના નવાકહેરથી ફ્રાંસ જેવા દેશોએ લોકડાઉન જેવા નિયમા નિયંત્રણો લાદવાનું શરૂ કરી દેતા ગભરાટ ઉભો થયો હતો. આવતા દિવસોમાં કોરોનામાં કેવો વળાંક આવે છે. તેના પર મીટ માંડવામાં આવતી હતી. આ સિવાય અમેરિકાનું સ્ટીચ્યુલસ પેકેજ અટકયુ હોવાથી તેનો પણ પ્રત્યાઘાત હતો.
શેરબજારમાં આજે મોટાભાગના ઉદ્યોગક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. લાર્સન, અદાણી પોર્ય, ઓએનજીસી, ટાઈટન, એકસીસબેંક, એચડીએફસી બેંક, વાડાફોન, ટેલ્કો, એચડીએફસી, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ નેસ્લે સ્ટેટ બેંકમા ગાબડા હતા. એશિયન પેઈન્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક બેંક વગેરેમાં સુધારો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 250 પોઈન્ટના કડાકાથી 39670 હતો તે ઉંચામાં 40010 તથા નીચમાં 39524 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 80 પોઈન્ટ તૂટીને 11650 હતો તે ઉંચામાં 11744 તથા નીચામાં 11603 હતો.


Related News

Loading...
Advertisement