ડ્રગ્ઝ-દારૂ પકડવા હવે પોલીસની જેમ પ્રાંત અને મામલતદારોને સુચના, લોકોને જાગૃત કરાશે

29 October 2020 07:42 PM
Rajkot Crime
  • ડ્રગ્ઝ-દારૂ પકડવા હવે પોલીસની જેમ પ્રાંત અને મામલતદારોને સુચના, લોકોને જાગૃત કરાશે

નશા મુકત ભારત કરવાના કાર્યક્રમ દરમ્યાન શેરી નાટકો-બેનર્સ-પોસ્ટર સહિતની કામગિરી

રાજકોટ તા. ર9 : રાજકોટ શહેર-જિલ્લા સહિત રાજયભરમાં નશા મુકત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જે ર1-1-ર0ર1 સુધી ચાલશે. નશા મુકત ભારત અભિયાન અંર્તગત લોકોને નશાથી થતી બરબાદી-નુકસાની મામલે અવગત કરવામાં આવશે. ઉપરાંત દારૂ-ડ્રગ્ઝ વેચતા શખ્સો સામે કાર્યવાહી કરવા, દરોડા પાડવાની સતા પોલીસની સાથો સાથ મામલતદાર-પ્રાંત અધિકારીઓને પણ આપવા માટે નકકી કરવામાં આવ્યુ છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં ગઇકાલે નશા મુકત ભારત અભિયાન મુદે પોલીસ, શિક્ષણ, જિલ્લા પંચાયત, મ.ન.પા., સમાજ કલ્યાણ ખાતાના અધિકારીઓની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નશા મુકત ભારત અભિયાન અંર્તગત દારૂ-ડ્રગ્ઝની બદી પર તુટી પડવા પોલીસને આદેશ કરી આવા તત્વોને ઝેર કરવા સુચનાની સાથો સાથ દારૂ-ડ્રગ્ઝ પકડવા માટે પોલીસની સાથો સાથ પ્રાંત-મામલતદારો પણ કામગીરી કરશે તેવુ નકકી કરવામાં આવ્યુ હતુ. દારૂનું સેવન કરનારા, ટેવ ધરાવતા લોકોને જાગૃત કરવા સામાજિક સંસ્થાના કાર્યકરોના સહયોગથી ખાસ કાઉન્સેલિંગ કેમ્પો શરૂ કરવાનું નકકી કરાયુ છે. દારૂની ટેવના કારણે વધતા ઘરેલુ હિંસા-ડોેમેસ્ટીક વાયોલન્સના બનાવો સામે પોલીસ-સમાજ સુરક્ષા-181 હેલ્પલાઇન સહિતના ખાતાઓને સઘન કામગીરી કરવા સામે દારૂ-ડ્રગ્ઝની બદી સામે લોકોને સતત જાગૃત કરવા જાગૃતિ અભિયાન શરૂ કરવાના કાર્યક્રમો કરવામાં આવશે તેવું બેઠકમાં આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.
દરમ્યાન નશા મુકત ભારત જન જાગૃતિ અભિયાનમાં ગામડા, શહેરો, મહાનગરમાં પણ વિવિધ પ્રકારના લોક જાગૃતિ કાર્યક્રમો થશે.


Related News

Loading...
Advertisement