વડાપ્રધાન આવે છે : અમદાવાદ એરપોટથી ગાંધીનગર સુધી પોલીસનું ગ્રાન્ડ રીર્હસલ

29 October 2020 07:40 PM
Gujarat
  • વડાપ્રધાન આવે છે :  અમદાવાદ એરપોટથી ગાંધીનગર સુધી પોલીસનું ગ્રાન્ડ રીર્હસલ

રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર વહેલા આવી શકે તેમ છે. સુત્રોના જણાવ્યા મુજબ બાપાની પ્રાર્થનાસભા આવતીકાલે યોજાશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવા સંકેત છે. શ્રી મોદી તેના મુળ કાર્યક્રમ મુજબ આવતીકાલે સાંજે ગાંધીનગર પહોંચવાના હતા અને તા. 31ના રોજ સરદાર પટેલ જન્મજયંતી ની કેવડીયા કોલોની ખાતેની ઉજવણીમાં તેઓ ભાગ લેવાના હતા. જે માટે તા. 30ના સાંજે કેવડીયા કોલોની ખાતે જવાનો તેમનો કાર્યક્રમ હતો પરંતુ હવે પુર્વ મુખ્યમંત્રીના નિધનથી તા. 31ના કાર્યક્રમમાં કોઇ ફેરફાર થાય છે કે કેમ તે અંગે હજુ સતાવાર જાહેરાત થઇ નથી. રાજય સરકારે 1 દિવસનો શોક જાહેર કર્યો છે. માનવામાં આવે છે કે તા. 31 નો કાર્યક્રમ થોડા સાદાઇથી પણ ઉજવાશે. પોલીસ દ્વારા આજે બપોર બાદ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનું ગ્રાન્ડ રીર્હસલ શરૂ થયુ છે અને તેથી વડાપ્રધાનના આગમનની પુર્વ તૈયારી હોવાનું માનવામાં આવી રહયુ છે.


Related News

Loading...
Advertisement