ફ્રાંસમાં આતંકીની ખંજરબાજી: ત્રણનાં મોત

29 October 2020 07:40 PM
World
  • ફ્રાંસમાં આતંકીની ખંજરબાજી: ત્રણનાં મોત

નાઈસના નેગોડેમ ચર્ચ નજીક બનાવ: એકની ધરપકડ

પેરીસ તા.29 : ફ્રાંસના નાઈસ શહેરમાં નોગોડેમ ચર્ચ નજીક થયેલા ખંજર હુમલામાં ત્રણ માણસો માર્યા ગયા છે અને કેટલાયને ઈજા થઈ હતી.પોલીસના જણાવ્યા મુજબ એક વ્યક્તિની આ બનાવ સંબંધમાં કરાઈ છે.ફ્રાંસના ગૃહપ્રધાન ગેરાલ્ડ ડેરમિનિયને જણાવ્યું હતું કે પોલીસની કાર્યવાહી ચાલુ છે. તેમણે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોહમ્મદ પયંગબરનું કાર્ટુન બનાવતા એક શિક્ષકની એક ઈસ્માલ કટ્ટરવાદીએ હત્યા કરી એ પછી ફ્રાંસમાં વાતાવરણ ડહોળાયેલું છે. તુર્કી અને પાકિસ્તાન સહીતના મુસ્લીમ દેશોએ ફ્રાંસની પ્રોડકટસની બહીષ્કાની ચીમકી ઉચ્ચારી હતી.


Related News

Loading...
Advertisement