સૌરાષ્ટ્ર યુનિ.ના પાંચ અધ્યાપકો પાસેથી રૂા.એક કરોડથી વધુની રીકવરી કરવા તખ્તો તૈયાર

29 October 2020 07:38 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર યુનિ.ના પાંચ અધ્યાપકો પાસેથી રૂા.એક કરોડથી વધુની રીકવરી કરવા તખ્તો તૈયાર

સરકારી લેણુ ભરવું જ પડે, મંથલી રીકવરીનો પણ વિકલ્પ : ડો.પેથાણી

રાજકોટ, તા. ર9
સૌરાષ્ટ્ર યુનિ.ના પાંચ અધ્યાપકો પાસેથી રૂા. એક કરોડથી વધુ રકમની રીકવરી કરવા થયેલા આદેશના પગલે યુનિ.માં હડકંપ મચી જવા પામેલ છે. લેણી રકમ ભરવા અગાઉ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ આ અધ્યાપકોને ટકોર કરવામાં આવી હતી. છતાં પણ આ રકમની ભરપાઇ આ અધ્યાપકોએ નહીં કરતા અંતે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ રીકવરીના આદેશ કરાયા છે આ અંગે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણીનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે જે અધ્યાપકો પાસે લેણું નીકળે છે તેની મંથલી રીકવરી થશે આ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ યુનિ.માં સોશ્યલ વર્ક ડીપાર્ટમેન્ટમાં અધ્યાપકો તરીકે રમેશ વાઘાણીની નિમણુંક કરાયેલ ત્યારે તેઓની ઉંચા પગાર સ્કેલમાં નિમણુંક કરાયેલ હતી. પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારની મંજૂરી નહીં મળતા રમેશ વાઘાણી પાસેથી 47 લાખની રીકવરી નીકળતી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ભૌતિકશાસ્ત્ર ભવનના મિહીર જોષી, એચ.પી.જોષી, જે.એ.ભાલોડીયા અને હોમ સાયન્સ ભવનના એચ.ડી.જોષીની રૂા.60 લાખની રીકવરી બાકી હોય જેને વસુલવા માટે યુનિ. દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગના આદેશના પગલે તખ્તો તૈયાર કરાયાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement