કેશુભાઈ રાજકોટ આવે અને ગાંઠિયા ન ખાય ? બને જ નહીં

29 October 2020 07:36 PM
Rajkot Saurashtra
  • કેશુભાઈ રાજકોટ આવે અને ગાંઠિયા ન ખાય ? બને જ નહીં

દિગ્ગજ રાજકારણી કેશુભાઈ પટેલનો નાતો રાજકોટ સાથે પણ અત્યંત નજીકનો રહ્યો છે. તેઓ કોઈ પ્રસંગે, રાજકીય કાર્યક્રમ અથવા બેઠકમાં ભાગ લેવા રાજકોટ આવે એટલે તેઓને અહીંના ગાંઠિયા ખાધા વગર બિલકુલ ચાલે જ નહીં. અહીં આવ્યા બાદ તેઓની સૌથી પહેલી ફરમાઈશ રાજકોટના ગાંઠિયાની જ રહેતી હતી અને તે ખાધા બાદ જ તેઓ કામ હાથમાં લેતાં હતા ! આમ રાજકોટના ગાંઠિયા કેશુભાઈને અત્યંત પ્રિય હતા અને તેઓ અહીં આવે ને ગાંઠિયા ન ખાય તેવું ક્યારેય બન્યું નથી.


Related News

Loading...
Advertisement