આરટીઓની પાછળ શ્રીરામ સોસાયટીમાં મહિલાએ ઉંઘની દવાનો ઓવર ડોઝ લેતા મોત

29 October 2020 07:35 PM
Rajkot Crime
  • આરટીઓની પાછળ શ્રીરામ સોસાયટીમાં  મહિલાએ ઉંઘની દવાનો ઓવર ડોઝ લેતા મોત

મેદસ્વીતાને કારણે તેમજ ઉંઘને લીધે પીડાતા હતા : પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ, તા.29
આરટીઓની પાછળ શ્રીરામ સોસાયટીમાં રહેતા સાધનાબેન કલ્પેશભાઇ કકકડ (ઉ.વ.4ર) નામના મહિલાએ ઉંઘની દવાનો ઓવર ડોઝ લઇ લેતા તેમને સિવિલમાં ખસેડાતા મોત નિપજયું હતું. સાધનાબેનનાં પતિ કલ્પેશભાઇ ખજુરનો વેપાર કરે છે. તેમને એક દિકરી છે. જે કોલેજમાં અભ્યાસ કરે છે. તેમજ સાધનાબેનને મેદસ્વીતાને કારણે પીડાતા હતા તેમજ ઉંઘ ન આવતા ગઇકાલે બપોરે દવાનો ઓવરડોઝ લઇ લીધો હતો અને આજે સારવારમાં તેમનું મોત નિપજયું હતું.
અન્ય બનાવમાં મધ્યસ્થ જેલમાં રહેલા કેદી ભરતદાન ભીમદાન ગઢવી (ઉ.વ.રપ) નામના કેદીએ આજે બેરેકમાં સેનેટાઇઝર પી લેતા તેમને અત્રેની સિવિલનાં પ્રિઝનર વોર્ડમાં ખસેડાયો છે.


Related News

Loading...
Advertisement