સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા અને માસ્ક ન પહેરનાર 21 સામે ગુનો દાખલ

29 October 2020 07:34 PM
Rajkot Crime
  • સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા અને માસ્ક ન પહેરનાર 21 સામે ગુનો દાખલ

દુકાનો પર ભીડ એકત્ર કરતા વેપારીઓ તેમજ વધુ પેસેન્જર બેસાડતા રીક્ષા ચાલકો વિરૂધ્ધ પોલીસની કાર્યવાહી

રાજકોટ તા.29
શહેરમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા અને માસ્ક ન પહેરનાર 21 લોકો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. દુકાનો-લારીઓ પર ભીડ એકત્ર કરતા વેપારીઓ તેમજ વધુ પેસેન્જર બેસાડનાર રીક્ષા ચાલકો સામે કાર્યવાહી થઇ હતી. પોલીસે વધુ પેેસેેન્જર બેસાડનાર રીક્ષા ચાલકો અલ્તાફ કાસમભાઇ બુરબાન, પરેશ ભીખુભાઇ પીપળીયા, રાજુ લાખાભાઇ બારીયા, ગીરીશ બાબુભાઇ ડીંમડા, રાણાભાઇ રેવાભાઇ પરમાર, ટ્રીપલ સવારી બાઇક પર નિકળેલા દેવજી હીરાભાઇ સરીયા, દુકાનો પર ગ્રાહકોની ભીડ કરનાર દુકાનદારોમાં સંતકબીર રોડ પરના મુરલીધર પાનના વિજય મેણંદભાઇ ચાવડા, પેડક રોડ પરના સત્સંગ પાનના સુરેશભાઇ, લક્ષ્મણભાઇ જવરાણી, ભાવનગર રોડ પર આવેલ સ્ટાર સિલેકશનના સાજીદભાઇ હુશેનભાઇ ધાનાણી, લાખાપર ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ શકિત હોટલના રાજેશ પોપટભાઇ ચાવડા, માસ્ક ન પહેરી સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર રમીઝ હસન સોલંકી સામે પોલીસે ફરિયાદ નોંધી હતી.


Related News

Loading...
Advertisement