શહેરના દીનદયાળ ઔદ્યોગિક વિસ્તારમાંથી પાંચ જુગારી ઝડપાયા

29 October 2020 07:33 PM
Rajkot Crime
  • શહેરના દીનદયાળ ઔદ્યોગિક  વિસ્તારમાંથી પાંચ જુગારી ઝડપાયા

પોલીસે 9750ની રોકડ કબ્જે કરી

રાજકોટ તા.29
શહેરના દીનદયાલ ઔદ્યોગિક વિસ્તારમાંથી પોલીસે કારખાનામાં ચાલતી જુગાર કલબ ઝડપી પાડી હતી અને કારખાનેદાર, વીમા એજન્ટ સહિત પાંચની ધરપકડ કરી હતી. દીનદયાલ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડયો હતો. જયાં પત્તા ટીંચતા અલ્પેશ અમૃતભાઇ હાસલીયા, વીમા એજન્ટ રાકેશ મોહન હાસલીયા, ભાવેશ ખોડા ભાંભર, દિનેશ ભીમજી દેથરીયા, શશીકાંત નાગજી ખુંટને દબોચી રૂા.9750ની રોકડ કબ્જે કરી હતી અને તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


Related News

Loading...
Advertisement