ગુલાબનગર પાસે એમ.પી.નો શખ્સ 40 બોટલ દારૂ સાથે ઝડપાયો

29 October 2020 07:32 PM
Rajkot Crime
  • ગુલાબનગર પાસે એમ.પી.નો શખ્સ 40 બોટલ દારૂ સાથે ઝડપાયો

રાજકોટ તા.29 : ગુલાબનગર પાસે રોલેક્ષના કારખાના નજીક આજીડેમ પોલીસે એમ.પી.ના શખ્સને 40 બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે. દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ગુલાબનગર રોલેક્ષના કારખાના પાસેથી અર્જુન પ્રતાપભાઇ બામણીયા (ઉ.વ. 23) (રહે. અલીરાજપુર એમ.પી.) નામના શખ્સને અલગ-અલગ બ્રાન્ડની 40 બોટલ દારૂ કિ.રૂ. 4000 સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement