16 વર્ષથી કેશુભાઈ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદે હતાં કાર્યરત

29 October 2020 07:29 PM
Gujarat Keshubhai Patel
  • 16 વર્ષથી કેશુભાઈ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદે હતાં કાર્યરત
  • 16 વર્ષથી કેશુભાઈ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદે હતાં કાર્યરત

કેશુભાઈની વિદાયથી ગમગીન સોમનાથ આજે સ્વયંભુ બંધ પાળશે :મોદી વડાપ્રધાન બન્યા બાદ દર વર્ષે દિલ્હીમાં મળતી હતી બેઠક: મોદી ઉપરાંત અમિત શાહ, એલ.કે.અડવાણી સહિતના દિગ્ગજો ટ્રસ્ટમાં સમાવિષ્ટ

રાજકોટ, તા.29
ગુજરાતના રાજકારણમાં જેમનું નામ શાન સાથે લેવામાં આવે છે તેવા દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં શોક વ્યાપી જવા પામ્યો છે. ખાસ કરીને સોમનાથમાં ભારે ગમગીની છવાઈ જવા પામી છે કેમ કે સોમનાથે તેમના પ્રિય નેતાને ગુમાવી દીધા છે. દરમિયાન સમગ્ર વિશ્ર્વમાં વિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની બાગડોર છેલ્લા 16 વર્ષથી કેશુભાઈએ સંભાળી રાખી હતી.
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી દેશના વડાપ્રધાન બન્યા બાદ દર વર્ષે સોમનાથ ટ્રસ્ટની દિલ્હીમાં બેઠક મળતી અને તેમાં ચેરમેન તરીકે કેશુભાઈ પટેલના નામ ઉપર જ મંજૂરીની મ્હોર લગાવવામાં આવતી હતી. આ ટ્રસ્ટમાં કેશુભાઈ પટેલ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત પી.કે.લહેરી, જે.ડી.પરમાર સહિતના દિગ્ગજો સમાવિષ્ટ છે. જો કે છેલ્લા 16 વર્ષથી ટ્રસ્ટના ચેરમેન ક્યારેય બદલાયા નથી અને તેની કમાન હંમેશા કેશુભાઈ પટેલના હાથમાં જ રહી હતી. થોડા દિવસ પહેલાં સોમનાથ ટ્રસ્ટમાં એક ટ્રસ્ટની જગ્યા ખાલી પડી હતી તેથી તેને ભરવા માટે પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે હવે ખુદ ચેરમેને જ વિદાય લઈ લેતાં ટ્રસ્ટમાં ભારે ખોટ પડવા પામી છે.


Related News

Loading...
Advertisement