દરેક જીત પછી મોદી બાપાના આર્શિવાદ અચૂક લેતા

29 October 2020 07:29 PM
Ahmedabad Gujarat Keshubhai Patel
  • દરેક જીત પછી મોદી બાપાના આર્શિવાદ અચૂક લેતા

વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રીનો સંબંધ ગુરૂ-શિષ્ય જેવો

અમદાવાદ તા.29 : ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનથી સમગ્ર રાજય શોકમાં ગરક થયુ છે. કેશુભાઇ પટેલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ સંબંધ હતો. મોદી તેમને પોતાના રાજનૈતિક ગુરૂ માનતા હતા. તેથી મોદી જયારે પણ રાજયના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ચુંટણી જીત્યા પછી કેશુભાઇના આશિર્વાદ લેવા અચુક જતા અને સાથે જ તેમનું મોં પણ મીઠુ કરાવતા હતા. વર્ષ ર019ની લોકસભા ચુંટણીની વાત કરીએ તો જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અડાલજમાં શિક્ષણ ભવન અને વિધાર્થી ભવનનો શિલાન્યાસ કરવા માટે મંચ પર પહોંચ્યા ત્યારે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અગાઉથી જ હાજર હતા. આ સમયે મોદી તમામ સાથે હાથ મિલાવતા કેશુ બાપા પાસે પહોંચ્યા તો તેમણે આદરથી કેશુભાઇને પગે લાગ્યા હતા. આ સમયે હાજર તમામની નજર તે બંનેની મુલાકાત પર કેન્દ્રિત થઇ ગઇ હતી.


Related News

Loading...
Advertisement